જમ્મુ- કાશ્મીરમા લાઇન ઓફ કંટ્રોલની પાસેના પૂંછ જિલ્લાના મનકોટ વિસ્તારમા પાકિસ્તાનની સેનાએ સીઝફાયરનુ ઉલ્લંઘન કરીને ગોળીબારી કરી અને મોર્ટાર દાગ્યા હતા. ભારતીય સેનાએ ફાયરીંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સતત કોઇ કારણ વગર એલઓસી પર ફાયરિંગ કરી રહ્યુ છે.
એના પહેલા 1 ઓક્ટોબરના રોજ ભારતીય સીમામા પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમા ભારતીય સેનામા 3 જવાન શહીદ થયા છે અને 5 જવાન ઘાયલ થયા છે. પાકિસ્તાને લાઇન ઓફ કંટ્રોલના નૌગામ સેક્ટર, કુપવાડામા કોઇ કારણ વગર સતત સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ. જેમા 2 જવાન શહીદ થઇ ગયા અને 4 ઈજાગ્રસ્ત છે.
પાકિસ્તાનની આ નાપાક હરકતમા ભારતીય સેનાએ હવલદાર કુલદિપ સિંહ, શુભમ શહીદ થયા. ઉલ્લેખનીય છે કે, બુધવારની રાતે લાંસ નાયક કરનેલ સિંહ પુંછના કૃષ્ણા ઘાટીમા પાકિસ્તાનની તરફથી ફાયરીંગમા શહિદ થયા હતા જ્યારે વિરેન્દ્ર સિંહ ઘાયલ થયા છે.
પુંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી સેક્ટરમા પાકિસ્તાનમા ગોળીબારી કરવી ભારે પડી. નિયંત્રણ રેખા પર ભારતીય જવાનોની જવાબી કાર્યવાહીમા પાકિસ્તાનની સેનાના એક કેપ્ટન સહિત અનેક ત્રણ સૈનિકના મોત થયા. તેમની 4 ચોકીઓ સંપૂર્ણ રીતે તબાહ થઇ ગઇ છે. 5 બીજી ચોકીઓને પણ નુકશાન પણ થયુ છે. પાકિસ્તાનની સેનાએ 6 જવાન ગંભીરરીતે ઘાયલ થવાની માહિતી મળી છે.