મુંબઇ, પાકિસ્તાન સુપર લીગ આ મહિનાની ૧૭ તારીખથી શરૂ થવા જઈ રહી છે. પાકિસ્તાનના ખેલાડીઓને બીપીએલ અને આઇએલટી૨૦ લીગ રમવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી એનઓસીની જરૂર છે. પરંતૂ બોર્ડ ઈચ્છે છે કે પાકિસ્તાનના તમામ મોટા ખેલાડીઓ પીએસએલમાં રમે. આ કારણોસર બોર્ડે ખેલાડીઓને એનઓસી આપવાલી માંગણી સ્વીકારી નથી. આ કારણોસર ખેલાડીઓ ટૂંક સમયમાં પાકિસ્તાન પરત ફરી શકે છે અને પીએસએલમાં ભાગ લઈ શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આ નિર્ણયથી ઉખેલાડીઓ નારાજ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાકિસ્તાનના કેટલાક મોટા ખેલાડીઓ પણ બોર્ડ સાથેના રાષ્ટ્રીય કરારને રદ કરી શકે છે. ગઈકાલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે પણ આ વિવાદ પર નિવેદન આપ્યું હતું. પૂર્વ કેપ્ટને પણ પાકિસ્તાની ખેલાડીઓનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે તેમને ર્દ્ગંઝ્ર મળવી જોઈએ. જો ખેલાડીઓને બહારની લીગ રમીને પૈસા કમાવવાની તક મળે છે, તો તેમણે આ માટે એનઓસી મેળવવી પડશે. હવે જોવાનું એ રહે છે કે બોર્ડના આ નિર્ણયની ખેલાડીઓ પર શું અસર પડે છે.