નવીદિલ્હી,
પાકિસ્તાનને રાજકીય પંડિતો હંમેશાથી જ અસ્થિર દેશ ગણી રહ્યા છે. અહીં રાતોરાત શું થઈ જાય તેની કલ્પના કોઈ કરી શક્તું હોતું નથી. હવે ક્રિકેટમાં પણ આવું જ થઈ રહ્યું છે. રમીઝ રઝાને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેનપદેથી હટાવીને નઝમ સેઠીને નવા ચેરમેન બનાવાયા છે. હવે ટીમના હેડ કોચ સકલેન મુશ્તાક અને કેપ્ટન બાબર આઝમની પણ હકાલપટ્ટીની તૈયારી શરૂ થઈ ચૂકી છે.
પૂર્વ ઑફ સ્પિનર સકલેન ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કરાંચીમાં ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલું ટેસ્ટ શ્રેણી બાદ પદ છોડી શકે છે. સૂત્રએ જણાવ્યું કે કરાંચીમાં ત્રીજી ટેસ્ટમાં હારના તુરંત બાદ જ બબર અને સકલેન લાહોર રવાના થઈ ગયા હતા.
સૂત્રએ કહ્યું કે, ગદ્દાફી સ્ટેડિયમમાં નિવૃત્તમાન પીસીબી પ્રમુખ રમીઝ રઝાના કાર્યાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી જેમાં મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે પણ ભાગ લીધો હતો. લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ટીમ, પસંદગી મામલા, કેપ્ટનશિપ અને કોચની ભૂમિકાના પ્રત્યેક પાસા અંગે ચર્ચા થઈ હતી.