પાકિસ્તાન ભિખારી છે અને પાકના સમર્થનમાં હોય તે ત્યાં જ જઇને રહે , યોગી આદિત્યનાથ

લખનૌ, યુપીના બહરાઈચના નાનપરામાં ચૂંટણી જાહેર સભામાં સીએમ યોગી આદિત્યનાથે ઇન્ડિયા ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું . પાકિસ્તાન પર પ્રહાર કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે જે લોકો પાકિસ્તાનના નારા લગાવે છે તેમની સાથે મહારાજા સોહેલ દેવે સૈયદ સલાર મસૂદ ગાઝી સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેવો જ વ્યવહાર કરવામાં આવશે. આવા લોકોને કહો કે જો તમે પેલા ભિખારી પાકિસ્તાનના નારા લગાવો તો ત્યાં રહે અને ભારત પર બોજ ન બનો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીની સરકારમાં વિસ્ફોટ થતા હતા. જ્યારે જનતા પ્રશ્ર્નો પૂછતી ત્યારે સપા અને કોંગ્રેસના લોકો કહેતા કે આ ઘટનાઓ સરહદ પારથી થઈ રહી છે. આજે જ્યારે આતંકવાદની વાત આવે છે ત્યારે પાકિસ્તાન સ્પષ્ટતા કરે છે કે અમે કંઈ કર્યું નથી. ભારત પોતાની બાજુથી કોઈને ચીડતું નથી, પરંતુ જો કોઈ ભારતને ચીડવે તો તેને પણ છોડતું નથી.

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે સમાજવાદી પાર્ટીની સરકાર વખતે યુવાનોના હાથમાં પિસ્તોલ હતી. તેમની સરકારમાં ગુંડાઓ અને માફિયાઓ વિવિધ જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરતા હતા, પરંતુ ભાજપ સરકારમાં માફિયાઓ અને ગુંડાઓ જાણે છે કે આમ કરવાથી તેમની અંતિમ યાત્રા નિકળશે. સીએમ યોગી બહરાઈચના નાનપરામાં નાનપારા સઆદત ઈન્ટર કોલેજમાં બહરાઈચ લોક્સભાના ઉમેદવાર આનંદ ગૌરના સમર્થનમાં વોટ માંગવા પહોંચ્યા હતા.