પાકિસ્તાન એડીબી પાસેથી સૌથી મોટો ઉધાર લેનાર દેશ બન્યો, ૨૦૨૨માં તેણે ૫.૫૮ બિલિયનની લોન લીધી

ઈસ્લામાબાદ,પાકિસ્તાન સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ જ કારણ છે કે વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાન એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા પ્રોજેક્ટ્સ માટે સૌથી મોટો ઉધાર લેનાર દેશ બની ગયો છે. એડીબી દ્વારા જારી કરાયેલા વાર્ષિક અહેવાલ ૨૦૨૨ અનુસાર, ૪૦ દેશોને કુલ ૩૧.૮ અબજ ડોલરથી વધુની ફાળવણીમાંથી, એકલા પાકિસ્તાનને ૫.૫૮ અબજ ડોલરની લોન મળી છે. ગયા વર્ષના પૂરે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બગાડવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. એડીબીએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે બેંકે એશિયા અને પેસિફિકમાં ઉભરી રહેલા અને ચાલી રહેલા કટોકટીઓ માટે સમયસર પગલાં અને પ્રતિભાવો લીધા છે.

પાકિસ્તાન અંગે બેંકે કહ્યું કે પૂરથી અર્થવ્યવસ્થાને નુક્સાન થયું છે. લગભગ એક તૃતીયાંશ પાક નાશ પામ્યો હતો, જેના કારણે ખાદ્ય પુરવઠાને અસર થઈ હતી અને ફુગાવો આસમાને પહોંચ્યો હતો. એડીબીના વાષક અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૨ દરમિયાન પાકિસ્તાનને સૌથી વધુ ફંડ મળ્યું હતું. એક્સપ્રેસ ટ્રિબ્યુન અહેવાલ આપે છે કે છડ્ઢમ્ એ એશિયામાં ૩૧.૮ બિલિયનના મૂલ્યના પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડ્યું છે. એડીબી અને અન્ય ભાગીદારોએ પાકિસ્તાનને ઇં૫.૫ બિલિયન મૂલ્યના પ્રોજેક્ટ આપ્યા હતા જ્યારે ૨૦૨૨માં પાકિસ્તાનને ઇં૨ બિલિયન અને ૬૦ મિલિયનની રાહત લોન પણ આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, પૂરને કારણે પાકિસ્તાનને લગભગ ૩૦ અબજ ડોલરનું નુક્સાન થયું છે. તેમાં ૧,૭૩૦ લોકો માર્યા ગયા અને ૩૩.૩ મિલિયન લોકોને અસર થઈ.

અહેવાલો સૂચવે છે કે પૂર પ્રભાવિત વિસ્તારો માટે પાકિસ્તાનને ૧.૫ બિલિયન આપવામાં આવ્યા હતા. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારો તરફથી પૂરથી પ્રભાવિત વિસ્તારોની પુન:સ્થાપના માટે ઇં૧૬ બિલિયનનું વચન આપવામાં આવ્યું છે. હાલમાં પાકિસ્તાન સાથે સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની રાહ જોઈ રહ્યું છે. લાંબી મંત્રણા અને મુશ્કેલ શરતો પછી પણ પાકિસ્તાન અને કોઈ નિષ્કર્ષ પર પહોંચતા હોય તેમ લાગતું નથી.