પાકિસ્તાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. આ બેઠક આ વર્ષે ઓક્ટોબરમાં ઈસ્લામાબાદમાં યોજાવાની છે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય દેશોના દેશોના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. જો કે ભારત અને પાકિસ્તાનના સંબંધોને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્લામાબાદની મુલાકાત લે તેવી શક્યતા ઓછી છે. હવે જોવાનું એ રહેશે કે પીએમ મોદી તેમના સ્થાને તેમના કોઈ મંત્રીને પાકિસ્તાન મોકલે છે કે નહીં.
પાકિસ્તાન ૧૫-૧૬ ઓક્ટોબરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકનું આયોજન કરશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન તેના સભ્ય દેશો દ્વારા રોટેશનલ ધોરણે હોસ્ટ કરવામાં આવે છે. તે અંતર્ગત આ વખતે પાકિસ્તાનને બેઠકની યજમાનીની જવાબદારી મળી છે. પીએમ મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના રાજ્યોના વડાઓની બેઠકમાં ભાગ લેતા આવ્યા છે, પરંતુ આ વર્ષે વડાપ્રધાન મોદી કઝાકિસ્તાનમાં યોજાયેલી બેઠકમાં સામેલ થયા ન હતા કારણ કે આ બેઠક સામાન્ય ચૂંટણી સમયે યોજાઈ હતી. પીએમ મોદીની જગ્યાએ વિદેશ મંત્રી એસ જયશંકરે તે બેઠકમાં હાજરી આપી હતી. પાકિસ્તાનમાં યોજાનારી બેઠકમાં નેતાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરવાની સુવિધા મળશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી.
ભારત અને પાકિસ્તાન ચીન, રશિયાની સાથે એસસીઓના પૂર્ણ સભ્ય છે. ચીન એસસીઓ પર પ્રભુત્વ ધરાવે છે. ચીને આ પ્લેટફોર્મનો ઉપયોગ બીઆરઆઇને પ્રોત્સાહન આપવા માટે કર્યો હતો. જો કે, ભારતે ક્યારેય ચીનના આ પ્રોજેક્ટને સમર્થન આપ્યું નથી અને ગયા વર્ષે પણ ભારતે એસસીઓના સંયુક્ત સંયુક્ત નિવેદનમાં બીઆરઆઇનો ઉલ્લેખ કરવાની મંજૂરી આપી ન હતી.એસસીઓ એકમાત્ર બહુપક્ષીય સંગઠન છે જેમાં ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરે છે.એસસીઓએ કાયમી આંતર-સરકારી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે એક રાજકીય, આથક અને સૈન્ય સંગઠન છે જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવવાનો છે. તેની રચના વર્ષ ૨૦૦૧માં થઈ હતી. તેના સભ્ય દેશો ચીન, રશિયા, પાકિસ્તાન, ભારત, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિગસ્તાન, કઝાકિસ્તાન છે.