પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વા પ્રાંતમાં ગુરુવારે એક પેસેન્જર વાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 50 લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ખૈબર પખ્તુખ્વાના કુર્રમ ઘાટીમાં બની હતી. વાન પેશાવરથી કુર્રમ જઈ રહી હતી.
આ પહેલા મંગળવારે રાત્રે ખૈબર પખ્તુખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં આર્મી પોસ્ટ પર આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ત્યાં છ આતંકીઓ પણ માર્યા ગયા હતા.માહિતી આપતાં પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે જણાવ્યું હતું કે, આતંકવાદીઓએ ચેકપોસ્ટની દિવાલ સાથે વાહન ઘુસાડ્યું હતું અને તેમાં રાખેલા વિસ્ફોટકને વિસ્ફોટ કર્યો હતો. વિસ્ફોટમાં 12 જવાનો શહીદ થયા હતા. જવાબી કાર્યવાહીમાં સેનાએ પણ 6 આતંકીઓને ઠાર કર્યા હતા.
પાંચ દિવસ પહેલા બલૂચિસ્તાનમાં હુમલો થયો હતો 16 નવેમ્બરના રોજ પાકિસ્તાનના પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાં આર્મી પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સુરક્ષા દળોના 7 જવાનો શહીદ થયા હતા. આતંકવાદી બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી લીધી હતી. ન્યૂઝ એજન્સી એએફપીએ એક સ્થાનિક વ્યક્તિના હવાલાથી જણાવ્યું કે, આ હુમલામાં 40થી 50 બલૂચ વિદ્રોહી સામેલ હતા.
આ દરમિયાન બલૂચ વિદ્રોહીઓએ આર્મી પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 7 જવાનોના મોત ઉપરાંત 15 જવાનો પણ ઘાયલ થયા છે.