પાકિસ્તાને કાશ્મીરને બદલે પોતાના મુદ્દાઓ પર બયાન આપવું જોઈએ: ભારત.

વોશિગ્ટન,
ભારતે ફરી એકવાર કાશ્મીરને લઈને પાકિસ્તાનને સૂચના આપી છે. ભારતે કહ્યું છે કે કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાને બદલે પાકિસ્તાને પોતાના દેશ પર યાન કેન્દ્રિત કરવું જોઈએ. વાસ્તવમાં શુક્રવારે યુએનએસસીની બેઠક દરમિયાન પાકિસ્તાને ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ અંગે યુએન મિશનમાં ભારતના કાઉન્સેલર આર.મધુસૂદને કહ્યું કે આ કાઉન્સિલના સમયનો યોગ્ય ઉપયોગ ત્યારે જ થશે જ્યારે અન્ય દેશોના પ્રતિનિધિમંડળો મારા દેશ પર આરોપ લગાવવાને બદલે તેમના દેશના મુદ્દાઓ પર યાન કેન્દ્રિત કરશે. ખાદ્ય સુરક્ષાના મહત્ત્વના મુદ્દા પરથી યાન હટાવવા માટે એક પ્રતિનિધિમંડળે ફરીથી આ મંચનો ઉપયોગ કર્યો છે. તેઓ વારંવાર તેમના એજન્ડા માટે યુએન કાઉન્સિલનું યાન હટાવવાનો પ્રયાસ કરે છે.

ભારતની એક્તા અને અખંડિતતા પર ભાર મૂક્તા, મધુસૂદને કહ્યું – આવા લોકો સાથે દલીલ કરવાનો કોઈ અર્થ નથી, જેઓ તેમના ગુપ્ત હેતુને પૂર્ણ કરવા માટે આતંકનો આશરો લે છે. પાકિસ્તાને ભારતને દોષ આપવાને બદલે પોતાના દેશની સમસ્યાઓ પર યાન આપવાની જરૂર છે. જમ્મુ-કાશ્મીર ભારતનો હિસ્સો હતો અને હંમેશા રહેશે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેઓ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. શરીફે કહ્યું- અમે અમારા પાડોશી સાથે પણ વાત કરવા માંગીએ છીએ જેની સાથે અમે ત્રણ યુદ્ધ લડ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે સામેની વ્યક્તિ પણ ગંભીર મુદ્દાઓ પર એટલી જ ગંભીરતાથી વાત કરે. શાહબાઝે કહ્યું હતું – યુદ્ધ કોઈ પણ મુદ્દાને હલ કરી શક્તું નથી. બંને દેશો પરમાણુ શક્તિ છે.

જો આવું યુદ્ધ થયું, તો શું થયું તે કહેવા માટે કોઈ બાકી રહેશે નહીં. અમે અમારા દરેક પાડોશીઓ સાથે ચર્ચા કરવા માંગીએ છીએ. પાકિસ્તાન ક્યારેય કોઈની વિરુદ્ધ કોઈ ખોટી વાત કે ષડયંત્રને પ્રોત્સાહન આપતું નથી.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફના નિવેદન પર ભારતના વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- અમે મીડિયા રિપોર્ટ્સ જોયા છે… અમારી સ્થિતિ એ હકીક્તને લઈને એકદમ સ્પષ્ટ છે કે અમે તમામ દેશો સાથે સારા સંબંધો ઈચ્છીએ છીએ. આતંકવાદ મુક્ત વાતાવરણ હોવું જોઈએ.

માર્ચની શરૂઆતમાં, શાહબાઝે ભારત સાથે વાતચીત માટે વિનંતી કરી હતી અને માત્ર બે દિવસ પછી, તે કલમ ૩૭૦ ના બહાને પાછા ફર્યા હતા. શાહબાઝે અલ અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન મોદી માટે મારો સંદેશ છે કે ચાલો એક ટેબલ પર બેસીને કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ પર વાત કરીએ.

પીએમ શાહબાઝના આ નિવેદનનો ઘણો વિરોધ થયો હતો. આ પછી, પીએમ કાર્યાલયે સ્પષ્ટતા જારી કરીને કહ્યું હતું કે વડા પ્રધાનના શબ્દોને ખોટી રીતે લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત સાથે વાતચીત ત્યારે જ થઈ શકે છે જ્યારે તે કાશ્મીરમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ની સ્થિતિને પુન:સ્થાપિત કરે. કલમ ૩૭૦ અને કલમ ૩૫છ પુન:સ્થાપિત કરવી પડશે.