- ડબ્લ્યુએફઆઇ પ્રમુખે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું,કમિટી બન્યા બાદ પણ આ મામલે હજુ સુધી કંઈ થયું નથી.
નવીદિલ્હી,રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરુદ્ધ શનિવારે ફરી એકવાર જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તીબાજોએ પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બજરંગ પુનિયા, વિનેશ ફોગટ, સાક્ષી મલિક સહિત દેશના ઘણા રેસલર ધરણા પર બેઠા છે. આ ખેલાડીઓનો આરોપ છે કે, પોલીસે તેમને ભોજન આપવાનું બંધ કરી દીધું છે અને ખેલાડીઓને હેરાન કરી રહી છે.ધરણા પર બેઠેલી વિનેશ ફોગટે વાત કરતા કહ્યું કે, તેની તબિયત સારી નથી અને તેથી જ તે કારમાંથી દવા લેવા ગઈ હતી, પરંતુ આ દરમિયાન પોલીસે રસ્તાને ચારે બાજુથી બ્લોક કરી દીધા અને તેને અંદર આવવા દેવાઈ નહોતી. વિનેશે કહ્યું કે તેની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી.
વિનેશે એ પણ જણાવ્યું કે તેના ઘણા સાથીદારોને પોલીસે ધરણા સ્થળે આવતા અટકાવ્યા હતા. તેણે કહ્યું કે તેના ઘણા સાથીઓ બહાર છે અને પોલીસકર્મીઓ તેમને અંદર પ્રવેશવા દેતા નથી. તેમણે કહ્યું કે પાણી પણ અંદર લાવવાની મંજૂરી નથી. વિનેશે કહ્યું કે તેમનું ભોજન અને પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ કહ્યું છે કે તે ધરણાસ્થળેથી હટશે નહીં. મીડિયા સાથે વાત કરતા બજરંગે કહ્યું કે દિલ્હી પોલીસ તેની સાથે જે રીતે વર્તન કરી રહી છે તે ખોટું છે. જંતર-મંતર પર રાત્રે પ્રદર્શનની મંજૂરી નથી. પરંતુ ખેલાડીઓએ આ માટે પરવાનગી માંગી હતી, જે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. બજરંગે કહ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે.
આ કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરુદ્ધ ધરણા કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ડબ્લ્યુએફઆઇ પ્રમુખે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત મંત્રાલયે આ મામલે એક કમિટી બનાવી હતી. પિકેટિંગ કરનારા ખેલાડીઓનું કહેવું છે કે કમિટી બન્યા બાદ પણ આ મામલે હજુ સુધી કંઈ થયું નથી, તેથી આ લોકો ફરીથી ધરણા પર બેઠા છે. આ તમામ આંદોલનર્ક્તા પહેલવાનો, બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વહેલી તકે એફઆઇઆરની માંગ કરી રહ્યા છે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળ સોમવારે બીજા દિવસે પણ ચાલુ રહી. બધાએ રવિવારની આખી રાત રસ્તા પર વિતાવી. ત્યાં જ સૂઇ ગયા. મોડી રાત્રે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે પણ એક વીડિયો જાહેર કરીને લોકોને સમર્થન માટે જંતર-મંતર પહોંચવાની અપીલ કરી હતી.
આ પછી કુસ્તીબાજોના સંબંધીઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે. વિનેશ ફોગટના સંબંધીઓ ચરખીદાદ્રીના ગામ બલાલીથી દિલ્હી જવા રવાના થયા છે. દરમિયાન બજરંગ પુનિયાએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોનું આ મંચ પર સ્વાગત છે. બીજી તરફ, દિલ્હી પોલીસે સાંસદ બ્રિજ ભૂષણ સામેના આરોપોની તપાસ શરૂ કરી છે.
બજરંગ પુનિયાએ કહ્યું, ’આ વખતે તમામ પક્ષો અમારા ધરણામાં જોડાવા માટે આવકાર્ય છે, પછી તે ભાજપ, કોંગ્રેસ, છછઁ અથવા અન્ય કોઈ પક્ષ કેમ ના હોય. અમે કોઈપણ પક્ષ સાથે જોડાયેલા નથી. ગત જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ કોઈપણ પક્ષના નેતાઓને સ્ટેજ પર આવવા દીધા ન હતા.પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે સવાલ કર્યો કે સરકાર કયા મોઢેથી દીકરી બચાવો ના નારા લગાવે છે. દેશની દીકરીઓ છેલ્લા ૩ મહિનાથી ન્યાય માટે ભટકી રહી છે. દેશના ભવિષ્ય સાથે માત્ર એટલા માટે રમત રમાઈ રહી છે કારણ કે જે વ્યક્તિ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે ભાજપનો સાંસદ છે.
વિનેશ ફોગાટે સોમવારે સવારે કહ્યું, ’તમને બધાને નમસ્કાર, જેમ તમે જાણો છો. ૩ મહિના પહેલા અમે રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે અવાજ ઉઠાવ્યો હતો. આપણે ત્યાં થોડી રાજનીતિ ચાલી રહી છે. સરકારે કમિટીની રચના કરી હતી. ૪ અઠવાડિયાનો સમય માગ્યો હતો. અમે ૩ મહિનાથી રાહ જોઈ રહ્યા છીએ, આજે પણ અમને ન્યાય મળ્યો નથી.
તેણે કહ્યું, ’બે દિવસ પહેલા અમે પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં ૭ યુવતીઓએ બ્રિજ ભૂષણ સામે કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે. ફરિયાદમાં માગણી કરવામાં આવી છે કે બ્રિજભૂષણ દ્વારા કરાયેલા શારીરિક શોષણ સામે કાર્યવાહી કરવામાં આવે. પોલીસ અમારી એફઆઈઆર પણ નોંધી રહી નથી, ત્યાર બાદ તેઓ રાહ જોઈને જંતર-મંતર પર આવ્યા છે.રેસલર વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરૂ કરી. વિનેશ ફોગાટ એ આરોપ લગાવતા રડી પડી હતી કે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ અને કોચ નેશનલ કેમ્પમાં મહિલા રેસલર્સનું જાતીય સતામણી કરે છે.વિનેશે એમ પણ કહ્યું કે બ્રિજ ભૂષણ ખેલાડીઓની હોટલમાં રોકાતો હતો, જે નિયમોની વિરુદ્ધ છે. ટોક્યો ઓલિમ્પિકમાં હાર બાદ ઉહ્લૈં પ્રમુખે મને નકલી સિક્કો કહી હતી.સંઘ પ્રમુખ બ્રિજ ભૂષણ એ જ દિવસે આગળ આવ્યા. તેમણે કહ્યું – કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી. જો એવું બહાર આવશે તો મને ફાંસી આપવામાં આવશે. ધરણાને પ્રાયોજિત ગણાવતા, તેમણે તેની પાછળ હરિયાણા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું હતું કે હવે આ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે પણ રમવા માટે લાયક નથી.
કુસ્તીબાજોએ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે લગભગ પોણા ચાર કલાક સુધી વાતચીત કરી હતી. તેમને રેસલિંગ ફેડરેશનના પ્રમુખના જવાબની રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. કુસ્તીબાજોએ WFI પ્રમુખને હટાવવાનું કહ્યું. ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે વાત કર્યા બાદ ખેલાડીઓએ ફરી જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા. અહીંથી આંદોલનકારી ખેલાડીઓએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ કોઈપણ શિબિરમાં જોડાશે નહીં. તેમજ તે કોઈપણ સ્પર્ધામાં ભાગ લેશે નહીં. હવે તે રમતગમત અને ખેલાડીઓના અધિકારો માટે લડશે. વધતી જતી હિલચાલને જોઈને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશને એક તપાસ સમિતિની રચના કરી. જેના અયક્ષ પીટી ઉષાએ મેરી કોમને સમિતિના અયક્ષ બનાવ્યા. ૭ સભ્યોની કમિટી બનાવી તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સમિતિમાં બોક્સર મેરી કોમ, તીરંદાજ ડોલા બેનર્જી, બેડમિન્ટન ખેલાડી અલકનંદા અશોક, ફ્રી સ્ટાઇલ રેસલિંગ પ્લેયર યોગેશ્ર્વર દત્ત, ભારતીય વેઇટલિટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવ અને બે વકીલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તે જ દિવસે અનુરાગ ઠાકુરે મોડી રાત્રે ૭ કલાક સુધી કુસ્તીબાજો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન રમતગમત મંત્રાલયે એક દેખરેખ સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો. એમસી મેરી કોમને પણ તેના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેના સભ્યોમાં ઓલિમ્પિક ચંદ્રક વિજેતા કુસ્તીબાજ યોગેશ્ર્વર દત્ત, દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા તૃપ્તિ મુરગુંડે ટીઓપીએસ સીઇઓ રાજગોપાલન અને રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે. બાદમાં બબીતા ફોગટનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.