પહેલીવાર યોજાયો કિર્તીદાન નો અનોખો ડાયરો,પાટણના રોટલિયા હનુમાન મંદિરે ૫૦ હજાર રોટલીનો પ્રસાદ લઈને ભક્તો પહોંચ્યા

  • ડાયરામાં ૧૦ લાખથી વધુની નોટો ઊડી

પાટણ,પાટણ શહેરમાં રોટલીયા હનુમાન દાદાનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ પાટોત્સવ નિમિતે કલાકાર કીતદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ નહીં પણ લોકોને ઘરેથી રોટલો-રોટલી લઈને આવ્યા હતા. કોઈ ન લાવ્યું હોય તો પણ ત્યાં પૈસા આપી રોટલી લઈ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડાયરામાં કિર્તીદાન ગઢવી રંગત જમાવતા નોટો નો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં ૫૦ હજારથી વધુ રોટલા-રોટલી ભેગા થયા છે, જે અબોલ પશુઓ અને શ્ર્વાનોને ખવરાવવામાં આવશે.

પાટણના હાંસાપુર મલ્હાર લિંક રોડ ઉપર આવેલું રોટલીયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્ર્વમાં એકમાત્ર એવું હનુમાન દાદાના મંદિરે છે કે જ્યાં માત્ર રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચડે છે. ત્યારે આજે આવા રોટલીયા હનુમાન દાદાના મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિતે કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. કોઈ ડાયરામાં પ્રવેશ માટે ટિકિટ કે પાસની વ્યવસ્થા કરવાંમાં આવે છે, પરંતુ આ ડાયરો જોવા માટે લોકોને ઘરેથી રોટલા કે રોટલી લઈને આવ્યો આવવાનું હતું. આમ રોટલા-રોટલી સાથે ડાયરો સાંભળવા આવેલા ભક્તોએ ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. આ ડાયરામાં ભક્તોએ ૧૦ લાખથી વધુની ઘોળ કરી હતી. જ્યારે ૫૦ હજારથી વધુ રોટલા-રોટલી એકઠા કરાયા છે. જે મુંગા પશુઓને ખવડાવવામાં આવશે.

લોક ડાયરામાં ઉપસ્થિત કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણી પરંપરા મુજબ જીવદયા માટે હર હંમેશા લોકો આગળ આવે છે અને દાનની સરવાણી કરે છે ત્યારે પાટણ ખાતે આવેલા રોટલીયા હનુમાન મંદિરમાં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો જીવદયામાં ઉપયોગ કરવામાં આવે છે. મેં અનેક કાર્યક્રમ ડાયરાના કર્યા, જેમાં રૂપિયાનો વરસાદ થાય છે, પણ આ લોક ડાયરામાં રૂપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગે ઢગ ખડકી દીધા. જે જીવદયાનું કામ કર્યું છે, તો હું અપીલ કરું છું કે જ્યારે પણ રોટલીયા હનુમાન મંદિર જાવ તો રોટલો કે રોટલી લઇને જજો.

ગુજરાતમાં હનુમાન દાદાનાં અઢળક મંદિરો છે, પણ અબોલ ભૂખ્યા શ્ર્વાનો સહિતના પશુઓના પેટનો ખાડો પૂરે તેવું એકમાત્ર મંદિર ધર્મનગરી પાટણમાં આવેલું છે. આ મંદિર રોટલિયા હનુમાનના નામે જાણીતું છે. પાટણની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા હાંસાપુર રોડ ઉપર આ મંદિર બનાવવામાં આવ્યું છે. રોટલિયા હનુમાન મંદિર એ સમગ્ર વિશ્ર્વમાં એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરનો ઉદ્દેશ અનોખો છે. આમ તો હનુમાન દાદાના મંદિરે હનુમાનને સિંદૂર કે વડા ચડતા હોય છે પણ પાટણમાં આવેલ રોટલિયા હનુમાનને રોટલા તેમજ રોટલીનો પ્રસાદ ચઢે છે એના સિવાય અન્ય કોઈપણ જાતનો પ્રસાદ નથી ચઢતો.