- વડાપ્રધાન મોદી મોદીના હસ્તે ગુજરાતને ૫૯૫૦ કરોડના વિકાસકાર્યોની દિવાળી ભેટ, મહેસાણા-અમદાવાદના ૨ રેલવે પ્રોજેક્ટનો પણ શુભારંભ
મહેસાણા: લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસને મહત્વનો માનવામાં આવે છે. આજે તેઓએ પહેલા અંબાજી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ મહેસાણાના ખેરાલુમાં એક લાખ લોકોની સામે સંબોધન કર્યુ છે. જેમા તેમણે ઘણી જ ખાસ વાતો કહી.
આજે સવારે ચીખલી હેલિપેડ ખાતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. અંબાજીના માર્ગો પર લોકોએ વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. અંબાજીથી વડાપ્રધાન ખેરાલુમાં એક રેલીમાં હાજરી આપી છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, પહેલા બધા વિચારતા હતા કે, ઉત્તર ગુજરાતમાં કોઇ ઉદ્યોગ આવી જ ન શકે પરંતુ આજે તો જુઓ આખી ઓટો મોબાઇલ ઇન્ડસ્ટ્રી અહીં આવી ગઇ છે. પહેલા રોજગાર માટે ઉત્તર ગુજરાતની બહાર જવું પડતું હતુ. હવે બહારના લોકો આજે અહીં આવીને રોજહગારી આપી રહ્યા છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, ઓટો મોબાઇલ્સ ઉપરાંત સિરામિક ઉદ્યોગમાં પણ આગળ વધી રહી છે. આખું ઉત્તર ગુજરાત સૂર્ય શક્તિથી સામર્થ્ય મળી રહ્યુ છે. ઘરે ઘરે લોકોના છાપરે સોલર સિસ્ટમ લગાવી રહ્યા છે. પહેલા પૈસા આપીને પણ વિજળી મળતી ન હતી અને આજે લોકો વિજળી સરકારને આપીને પૈસા સામેથી મેળવે છે.
અંબાજીમાં માતાના દર્શન કરીને વડાપ્રધાન મોદી ખેરાલુના ડભોડા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. પરંપરાગત નૃત્ય સાથે PM મોદીનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદી રાજ્યના સાત જિલ્લાને વિકાસલક્ષી ભેટ આપશે. રેલવે સહિત 5 વિભાગોના વિકાસકાર્યોની ભેટ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બે દિવલના ગુજરાત પ્રવાસ દરમિયાન રૂપિયા 5,950 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. તેઓ મહેસાણા જિલ્લાને રૂપિયા 3724 કરોડના 6 વિકાસના કામોની ભેટ આપશે. સાથે જ રૂપિયા 3154 કરોડના ભાન્ડુ-સાણંદ રેલવે કોરિડોર પ્રોજેક્ટની ભેટ આપશે. રૂપિયા 375 કરોડના કટોસણ-બહુચરાજી રેલવે લાઈન પ્રોજેક્ટની પણ ભેટ આપશે.
અગાઉ ખેડૂતો એક જ પાક લેતા હતાં હવે તેઓ નર્મદાના પાણીને કારણે ૩-૩ પાક લઇ રહ્યાં છે ઉતરગુજરાતમાં નવ ટકા ઇસબગોલનું પ્રોસેસિંગ થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે સરકારે કારોનાના સમયગાળા દરમિયાન માત્ર લોકોને જ નહીં પરંતુ પ્રાણીઓને પણ મફત રસી આપી અને તેમનો જીવ બચાવ્યો આ કામ ફકત તમારો પુત્ર જ કરી શકે છે.વડાપ્રધાને રેલીમાં ઉપસ્થિત લોકોને તેમના પરિવારના સભ્યો તરીકે સંબોધ્યા હતાં તેમણે કહ્યું કે વિશ્વભરમાંથી ડેલિગેશન અહીં દૂધની ડેરીઓ જોવા આવે છે પીએમ મોદીએ કહ્યું કે હોસ્પિટલે પ્રાણીઓની સુરક્ષા માટે બનાવવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત પણ સૂર્યશક્તિનો લાભ લઇ રહ્યું છે. ગુજરાતના વિકાસનો લાભ પણ તમને પણ મળશે તેમણે લોકોને વચન આપ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં ઝડપી ગતિએ કામ કરવાનું ચાલુ રાખશે માતા અંબાના આશીર્વાદ આપણા બધા પર રહે છે.આ પ્રાર્થના છે હું આજે અહીં આવ્યો છું તેથી હું તમારા બધાનું રૂણ સ્વીકારૂ છું ૨૦ વર્ષ પહેલાનો સમય યાદ રાખો જયારે મુશ્કેલ સમય હતો પરંતુ તમે તમારા નરેન્દ્રભાઇને જાણો છો હું જે પણ નક્કી કરૂ છું તે ચોક્કસપણે કરૂ છું.
વડાપ્રધાને નામ લીધા વિના તેમના ગૃહ જીલ્લા મહેસાણામાં કોંગ્રેસ પર મોટો પ્રહાર કર્યો હતાં મોદીએ કહ્યું કે તમે દેશને સ્થિર સરકાર આપી છે આના પરિણામે જ સમગ્ર વિશ્વમાં ભારતના વિકાસની ચર્ચા થઇ રહી છે. ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે આખી દુનિયામાં તેની ચર્ચા થઇ રહી છે વડાપ્રધાને કહ્યું કે તેઓ ભલે ક્રિકેટના ટી ૨૦ વિષે જાણતા ન હોય પરંતુ તેઓ જી ૨૦ વિષે જાણે છે આજે જે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવામાં આવી રહ્યું છે આવું પહેલા કયારેય બન્યું નથી.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને આદિવાસી સેનાની ગોવિંદ ગુરૂનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે હું ગોવિંદ ગુરૂને યાદ કરી રહ્યો છું તેમણે અંગ્રેજોના છક્કા છોડાવી દીધા હતાં મોદીએ કહ્યું કે આવતીકાલ તા.૩૧મી ઓકટોબરે સરદાર પટેલનો જન્મ દિવસ છે તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ ગર્વ થશે.
અંબાજીમાં માતાના દર્શન કરીને વડાપ્રધાન મોદી ખેરાલુના ડભોડા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા. પરંપરાગત નૃત્ય સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાન મોદી રાજ્યના સાત જિલ્લાને વિકાસલક્ષી ભેટ આપી હતી અનેે રેલવે સહિત ૫ વિભાગોના વિકાસકાર્યોની ભેટ પણ આપી હતી.
મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં સવારે ૧૧ વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ ૧૬ પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, ૭૭ કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે ૨૪ કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે વિરમગામથી સામખિયાળી સુધીની ૧૮૨ કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના ૨૯.૬૫ કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરાયું છે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને જીઆરઆઇડીઇના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.૫૧૩૦ કરોડ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ,ધારાસભ્યો હાજર રહ્યાં હતાં.