પહેલા દિલ્લીની ચા પીતા પણ હવે ગુજરાતની શાકભાજી દિલ્લી ખાય છે : વડાપ્રધાન

  • એમનું કામ છે, જાતિવાદના નામે ભાગ પાડો, ભાષાના નામે ભાગ પાડો,અમારૂ કામ વિકાસનું

હિમતનગર,

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓમાં સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે મોડાસામાં જનમેદનીને સંબોધન કર્યું હતું

પીએમ મોદીએ કેમ છે આખું મોડાસા… સુખમાં બધા? મને લાગે છે આ વખતે ઘણા સમય પછી આવવાનું થયું. તમને મળીને આનંદ આવે, ફરી એકવાર દર્શનનો મૌકો મળ્યો. આટલી વિશાળ સંખ્યામાં આવીને અમને આશીર્વાદ આપ્યા, અમને વિજય અપાવવાના સંકલ્પ બદલ આભાર..પીએમ મોદીએ કહ્યું, આ ચૂંટણી ૫ વર્ષની ભવિષ્ય નક્કી કરવા માટે નથી, પણ ૨૫ વર્ષના નિર્ણય કરવાનો છે. ૨૦૪૭માં દેશને આઝાદીના ૧૦૦ વર્ષ થયા ત્યારે પ્રગતિશીલ દેશોની બરોબરીમાં રાજ્ય ઉભુ હશે. હું પ્રચાર માટે નથી આવ્યો, એ તો તમે જ જીતાડશો. પ્રચારની શું જરૂર, પણ દેશની સેવા કરવા માટે તાકાત મળે એ માટે આશીર્વાદ લેવા આવ્યો છું.

પીએમ મોદીએ કહ્યું, આ વખતે ઉત્તર ગુજરાત નવા મિજાજમાં છે. અરવલ્લી, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં નવો જુવાળ દેખાય છે, ૧૦૦ ટકા કમળ દેખાય છે. પીએમ મોદીએ કહ્યું, હવે ઉત્તર ગુજરાતે મક્કમ થઈને ઉત્તમ ભવિષ્ય બનાવવા નવો ચીલો ચિતરવો છે. પહેલા કેટલીક સીટ પર કાચું કપાતું હતું, જ્યાં એવું થયું ત્યાં ખબર પડી છે કે કાઈ ફાયદો થયો નથી. કમ સે કમ હિસાબ તો માગી શકાય. આ વખતે ભાજપના બધા ઉમેદવારોને વિજય બનાવવાનો નિર્ણય ઉત્તર ગુજરાતે કરી લીધો છે.

પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ હમેશા ગુજરાતને પાછત રાખવામાં રચ્યું પચ્યું રહ્યું. અહીં અનેક દિગ્ગજો લડી ગયા પણ અમારે વોટબેંક માટે નહીં કામ કરવું છે પીએમ મોદીએ કહ્યું, અરવલ્લી, સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં કમળ ખીલવવા માટે બહેન, જુવાનો મેદાને છે, એ ગર્વની વાત છે. કોંગ્રેસ પર અવિશ્ર્વાસ, ભાજપ પર વિશ્ર્વાસ એટલે કારણ કે અમને જોયા છે. તમે આ બોર્ડર વટાવો એટલે રાજસ્થાન, કોઈ સારા સમાચાર મળે છે. એવા લોકો જે રાજસ્થાનમાં ભલું નથી કરી શક્તા એ અહીં કરી શકે ખરા. ગુજરાતના ભલા માટે કામ કરવું છે. દેશના યુવાનોનું ભવિષ્ય બનાવવા અમે કામ કરી રહ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું, ફળ અને સબજીના ક્ષેત્રે પણ આપણે આગળ વયા છીએ. આજે ૧૨ કલાકમાં દિલ્લી સુધી શાકભાજી પહોંચે છે. પહેલા દિલ્લીની ચા પીતા પણ હવે ગુજરાતની શાકભાજી દિલ્લી ખાય છે.૨ લાખ ખેડૂતોના ખાતામાં ૪૦૦ કરોડ પહોંચાડ્યા છે. જાડું અનાજ તરીકે ૨૦૨૩ વર્ષ ઉજવવામાં આવશે. જુવાર બાજરી પકવતા ખેડૂતોને આનો લાભ મળશે. ગામડાનો વિકાસ, દરેક રિપોર્ટ કહે છે, ગરીબી ઘટી રહી છે. વીજળી નાં આવે તો મોબાઈલ ચાર્જ ક્યાં કરશો? આપણે એટલા કારખાના ઊભા કર્યા, વીજળી આજે સર પ્લસ છે, જરૂર કરતાં વધુ વીજળી પેદા કરીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું, સોલાર આવ્યું એટલે હવે લોકો ઘરે ઘરે ફ્રીઝ અને એસી લાવે છે. અમારા કચ્છી પટેલોએ વીજળી માટે આંદોલન કર્યું હતું, ત્યારે કોંગ્રેસે ગોળીઓ મારી હતી. વીજળી સસ્તી કરવાની વાત દૂર.. વીજળી ખરીદશો ક્યારેની વાત કરી રહ્યા છીએ. સૂર્ય દેવતા તપી રહ્યા છે, જેટલી વીજળી વાપરવી હોય વાપરો.

પીએમ મોદીએ કહ્યું, અરવલ્લી મારો જિલ્લો છે હક્કથી કહેવાય.. મોડાસા, માલપુર, પ્રાંતિજ, ભિલોડામાં હુલ્લડ થાય, આજે આ દુકાનો બંધ થઈને. મોડાસા શું થતું મને ખબર છે, દીકરી ઘરે આવશે સાંજે એની ચિંતા થાય. મંડપની બહાર ઊભેલાનો પ્રેમ છે, જે તડકામાં ઊભા રહીને અમને આશીર્વાદ આપે છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે વચનોના આંબા આંબલી બતાવી ભૂતકાળમાં લોકોએ શાસન કર્યું. વંચિતોનો વિશ્ર્વાસ એટલે ભાજપ સરકાર. ભાજપ આવી ત્યારથી દરેક ઘરે જળ, ગેસ કનેક્શન પહોંચ્યું છે. મોદીજીના માર્ગદર્શનમાં ભાજપનો એક એક કાર્યકર ચૂંટણી હોય કે નાં હોય પ્રજાની વચ્ચે રહે છે. મોદીજીએ મોડાસા, માલપુર, મેઘરજના માર્ગો અને પરિવાર વચ્ચે રહ્યા છે. પાણી, વીજળી, શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ બદલીને બતાવી છે. ગુજરાતની કાયાપલટ થઈ છે. આદિજાતિ અરવલ્લી જિલ્લો ૨૦૧૩માં અલગ જિલ્લો બન્યો અને નવો યુગ શરૂ થયો. નર્મદાનું પાણી મેશ્ર્વા, વાત્રક સુધી લઈ ગયા છીએ. ભિલોડા અને મેઘરજમાં સિંચાઈ માટે પાણી પહોંચાડ્યું. આપણા શહેર વિશ્ર્વ કક્ષાના બની રહ્યા છીએ. આજે પાણીની સમસ્યા નથી રહી, ખેડૂતોની આવક વધી છે. મોડાસા એજ્યુકેશન હબ બન્યું છે. શામળાજી મંદિરનો અગાઉ મોદીજીએ ૭૦ કરોડના ખર્ચે કાયાપલટ કરી હતી. ભાજપની વિજયયાત્રા અવિરત રાખવાની છે