નવીદિલ્હી, ભોજપુરી અભિનેતા પવન સિંહે બુધવારે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે એક્સ પર માહિતી આપી કે તે કારાકાટથી અપક્ષ ઉમેદવાર તરીકે લોક્સભા ચૂંટણી લડશે. પવન સિંહ આ વખતે લોક્સભા ચૂંટણી પહેલાથી જ હેડલાઇન્સમાં હતા. ભાજપે તેમને બંગાળના આસનસોલથી ટિકિટ આપી હતી, પરંતુ ટિકિટની જાહેરાત થતાં જ પવન સિંહે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
પવન સિંહે એકસ પર લખ્યું છે કે ’માતા ગુરુતરા ભૂમેરુ એટલે કે માતા આ જમીન કરતાં ઘણી ભારે છે અને મેં મારી માતાને વચન આપ્યું હતું કે હું આ વખતે ચૂંટણી લડીશ. મેં નક્કી કર્યું છે કે હું ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી બિહારના કારાકાટથી લડીશ. નમસ્કાર માતા દેવી.’
તમને જણાવી દઈએ કે પવન સિંહ લોક્સભા ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપમાં જોડાઈ ગયા હતા. એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ પવન સિંહને બિહારમાંથી મેદાનમાં ઉતારશે, પરંતુ પવન સિંહની આસનસોલથી ઉમેદવારીની જાહેરાત બાદ તમામ અટકળોનો અંત આવી ગયો. જેના કારણે પવન સિંહને લઈને રાજકીય ઉત્તેજના પણ વધી ગઈ હતી. અહીં ટીએમસી નેતા બાબુલ સુપ્રિયો પવન સિંહ પર સતત નિશાન સાધી રહ્યા હતા. પવન સિંહ પણ આનો બદલો લઈ રહ્યો હતા.. જો કે ભાજપે તેમને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા બાદ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.. કદાચ આ જ કારણથી તેમણે આસનસોલથી લડવાનો ઇન્કાર કર્યો હતો તે કારણ હવે સામે આવ્યું છે..હવે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે કારાકાટથી ચૂંટણી લડવાના છે..