ૠષિકેશ,
હરિદ્વારમાં હવે ઇશાન અવસ્થી મામલો ચર્ચામાં છે.૨૨ વર્ષની ઇશાન અવસ્થી લખનૌથી ૠષિકેશ આવી યોગ પ્રશિક્ષિક તરીકે કામ કરી રહ્યો હતો.૧૯ ફેબ્રુઆરીએ ઇશાન અચાનક ગુમ થઇ ગયો.ઇશાનના પિતા મહાવીર અવસ્થીનું કહેવુ છે કે તેમને બતાવવામાં આવ્યું હતું કે તેમનો બેટા ઇશાન ગંગામાં ડુબી ગયો છે.૧૯ ફેબ્રુઆરીથી લઇ આજ સુધી ઇશાનનું શબ મળ્યું નથી
ઇશાન યોગ વિદ્યા મંદિરમાં યોગ પ્રશિક્ષક હતો ઇશાનના પિતાને યોગ વિદ્યા મંદિરના પ્રબંધક મોનુ શર્મા પર ગંભીર આરોપ લગાવ્યો છે.ઇશાનના પિતાએ પોલીસને લેખિતમાં આપ્યું છે કે યોગ વિદ્યા મંદિરના પ્રબંધક મોનુ શર્માથી જયારે તેમણે પોતાના પુત્રની બાબતમાં પુછયું તો મોનુ શર્માએ તેમની સાથે અભદ્રતા કરી.તેમનો આરોપ છે કે મોનુ શર્માએ કાવતરા હેઠળ તેમના પુત્રને મરાવી દીધો છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે પોલીસે આ સંબંધમાં કોઇ પણ કેસ દાખલ કર્યો નથી ઇશાના પિતા મહાવીરનું કહેવુ છે કે તે આ સંબંધમાં એસએસપીથી પણ મળ્યા પરંતુ તેમણે પણ ફકત તપાસનું જ આશ્ર્વાસન આપ્યું હતું. આટલા દિવસો વિતી ગયા છે અને ઇશાનનું શબ કબજે થયું નથી પિતાને કોઇ મોટી અપ્રિય ઘટનાનો ભય સતાવી રહ્યો છે.એ યાદ રહે કે શાંત કહેવાતા ૠષિકેશમાં ગત વર્ષ સપ્ટેમ્બરમાં અંકિત ભંડારીની હત્યા થઇ હતી ત્યારબાદ કેદાર ભંડારીના મામલાએ જોર પકડયું હતું અને હવે ઇશાન અવસ્થીનો મામલો ચર્ચામાં આવ્યો છે.