પદ્મ ડો. પ્રવીણ દરજીએ “વોકલ ફોર લોકલ”ના અભિયાનને વેગવંતુ બનાવવા પાઠવ્યો પ્રેરક સંદેશ

મહીસાગર, પ્રધાનમંત્રીએ “વોકલ ફોર લોકલ”નું આહવાન કર્યું છે. જેને ભારતવાસીઓએ દીપાવલી પર્વે ખૂબ ઉત્સાહથી વધાવ્યું છે. સ્થાનિક ઉત્પાદનો લોકો ખૂબ લાગણીથી ખરીદી કરી રહ્યા છે. તેમનું “મન કી બાત” માં “વોકલ ફોર લોકલ” નું કરેલું સૂચન દિવાળી અને નૂતન વર્ષના ઉત્સવો દરમિયાન સ્થાનિક નાના વહેપારીઓને અને ગૃહઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારૂં છે. પ્રકાશના આ પર્વમાં મેરાયા, દીવડાઓ સહિતની ચીજવસ્તુ બનાવતા કારીગરો ખુશી વ્યકત કરે છે. પ્રધાનમંત્રીએ આપેલા વોક્લ ફોર લોકલના મંત્રનો વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે આ અભિયાનમાં જાણીતા લોકો પણ જોડાઈ રહ્યા છે. ત્યારે મહીસાગર જીલ્લાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર પદ્મ ડો. પ્રવીણ દરજીએ સ્થાનિક ઉત્પાદનોને ખરીદવાના પ્રેરક સંદેશ સાથે સૌને દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી છે.