પાદેડી રામપુર ખાતે આવેલ સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

મલેકપુર, મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના પાદેડી રામપુર ગામ ખાતે આવેલા સિધ્ધેશ્ર્વર મહાદેવના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદેડી રામપુર ગામના બસ સ્ટેશન ખાતે આવેલ 500 વર્ષ જૂના સિધ્ધેશ્ર્વર મહાદેવ ભગવાનનુ પૌરાણિક મંદિર આવેલ હતું. જ્યારે આ મંદિરનું ગ્રામજનો તેમજ ભક્તજનો દ્રારા નવ નિર્માણ કરવામાં આવેલ હતુ અને મંદિરનુ નવનિર્માણ કામગીરી પુર્ણ થતા ગ્રામજનો દ્વારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન ત્રણ દિવસ સૂધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. મહાદેવના મંદીરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાદેડી રામપુર ગામના યુવા મિત્રો, વડીલો તેમજ ભક્તજનોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મંદિર ખાતે ત્રણ દિવસથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શોભાયાત્રા, જળ યાત્રા, દેવોની સ્નાન વિધિ, સાય પુજન આરતી, પ્રાણ પ્રતિષ્ઠા, મહા આરતી, મહા પ્રસાદ વગેરે કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે. જયારે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ પણ્ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા મહાદેવની પૂજા-અર્ચના કરી અને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો દ્વારા સાંસદનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જયારે સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાન લઈને સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય જોવા મળ્યું હતુ અને ભક્તોમા પણ અનેરો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે રંગેચંગે સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. મંદીર ખાતે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું. મોટી સંખ્યામાં ભક્તજનોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો.