- રાષ્ટ્રીય રાજધાનીના સાત સંસદીય મતવિસ્તારોમાં લગભગ ૫૨ નાના પક્ષોએ રાજકીય મોટા નેતાઓ સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે
નવીદિલ્હી, દુકાનદારો, મજૂરો, ફિટનેસ ટ્રેનર્સ, ફિલ્મ નિર્માતાઓ, ધામક ગુરુઓ, પાદરીઓ, ટ્યુશન શિક્ષકો, એલઆઇસી એજન્ટ્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ અને પત્રકારો સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો લોક્સભા ચૂંટણી માટે દિલ્હીમાં મેદાનમાં છે. ’અંજાન આદમી પાર્ટી’, ’ગરીબ આદમી પાર્ટી’, ’હમારા સહી વિકાસ પાર્ટી’, ’આપકી અપની પાર્ટી’ અને ’લોગ પાર્ટી’ જેવા અનોખા નામો ધરાવતી પાર્ટીઓએ દિલ્હીના રાજકીય દ્રશ્ય પર પોતાની છાપ ઉભી કરવાની આશામાં પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે .
રાષ્ટ્રીય રાજધાનીના સાત સંસદીય મતવિસ્તારોમાં લગભગ ૫૨ નાના પક્ષોએ રાજકીય મોટા નેતાઓ સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગૃહિણીઓ, પેન્શનરો અને નિવૃત્ત લોકો પણ આ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમાંના મોટા ભાગનાની નજર જીત પર નથી, બલ્કે તેમનો ઉદ્દેશ્ય ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા રાષ્ટ્રીય પક્ષોની વોટબેંકમાંથી થોડા મતો છીનવી લેવાનો છે. ઉત્તર પશ્ર્ચિમ દિલ્હી મતવિસ્તારમાંથી ’વોટર્સ પાર્ટી ઇન્ટરનેશનલ’નું પ્રતિનિધિત્વ કરતા એકમાત્ર અશિક્ષિત અને બેરોજગાર ઉમેદવાર નંદ રામ બાગરી (૭૧) પાસે તેમના સોગંદનામા મુજબ માત્ર રૂ. ૧,૦૦૦ રોકડ છે. બાગરીનો હેતુ ચૂંટણીની રેસમાં ભાજપના યોગેન્દ્ર ચંદોલિયા અને કોંગ્રેસના ઉદિત રાજને પછાડવાનો છે. તેમણે કહ્યું, “ભાજપ અને કોંગ્રેસ જે મુદ્દાઓ પર ચૂંટણી લડે છે તે અમારા મુદ્દા છે, જે અમે ઘણા સમય પહેલા ઉઠાવ્યા હતા. દરેક નાગરિકના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા જમા કરાવવાનું વચન હોય કે પછી મફત વીજળી અને પાણી આપવાનું વચન હોય.
’ભીમ આર્મી’ના વડા ચંદ્રશેખર આઝાદના રાજકીય સંગઠન ’આઝાદ સમાજ પાર્ટી’ની ટિકિટ પર ચાંદની ચોકથી ચૂંટણી લડી રહેલી સિંગલ મધર અને આઠમું ધોરણ પાસ ગૃહિણી સીમા રિઝવી (૪૧)એ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય મુસ્લિમો અને રાષ્ટ્રોને મેળવવાનો છે. મોટા પક્ષોના દલિત મત મારે કરવા છે. રિઝવીએ કહ્યું, “ભાજપ બ્રાહ્મણો, પંડિતો અને અન્ય ઉચ્ચ જાતિના હિંદુ જૂથોને સમપત પાર્ટી છે, જ્યારે કોંગ્રેસ મુસ્લિમોના મત પર રાજનીતિ કરે છે. આ બંને પક્ષોએ ચાંદની ચોકમાં મુસ્લિમો અને દલિતોના વિકાસ માટે કંઈ કર્યું નથી. હું આ પક્ષો પાસેથી મતો છીનવી લેવા માંગુ છું જેઓ તેનો ઉપયોગ માત્ર ચૂંટણીલક્ષી લાભ માટે કરે છે.
આ બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના જેપી અગ્રવાલ ચાંદની ચોકથી ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે ઉદ્યોગપતિ પ્રવીણ ખંડેલવાલને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ર્ચિમ દિલ્હીના સ્વતંત્ર પત્રકાર રમેશ કુમાર જૈન પણ મેદાનમાં છે, પરંતુ તેઓ પોતાના માટે મત માંગી રહ્યા નથી, પરંતુ મતદારોને યોગ્ય ઉમેદવારને મત આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ’ગરીબ આદમી પાર્ટી’એ જૈનને મેદાનમાં ઉતાર્યા છે. તે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરે છે, જાહેરાત-બુકિંગનો વ્યવસાય ધરાવે છે અને ’જીવન કા લક્ષ્ય’ નામનું સ્થાનિક દૈનિક અખબાર ચલાવે છે, જેના દ્વારા તે વાચકોને સંદેશા પહોંચાડે છે. તેણે કહ્યું, “હું મારા માટે વોટ નથી માંગતો. હું લોકોને યોગ્ય ઉમેદવારને મત આપવા માટે જાગૃત કરી રહ્યો છું. હું તેમને કહું છું કે તેમણે ઉમેદવારની પૃષ્ઠભૂમિ, તેમનો ગુનાહિત રેકોર્ડ, તેમની વિચારધારા અને તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને તેમનો મત આપતા પહેલા યાનમાં લેવા જોઈએ. પશ્ર્ચિમ દિલ્હી સીટ માટે ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટી ના મહાબલ મિશ્રા અને ભાજપના કમલજીત સેહરાવત આમને-સામને છે. દિલ્હીમાં ૨૫ મેના રોજ મતદાન થશે અને ૪ જૂને મતગણતરી થશે.