
વડોદરા, વડોદરા પાદરાના જસપુર ગામે પરશોત્તમ રુપાલાના નિવેદનનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે વિરોધ વચ્ચે ઉમેદવાર જશું રાઠવાના પ્રચાર માટે ગયેલા ભાજપ કાર્યકરોને ક્ષત્રિયોએ ગામમા જ આવવા ન દીધા. અહીં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો અને ગામમા પ્રવેશ ના આપવા દીધો. ઉમેદવાર અને કાર્યકરોને ગામમા આવતા રોકવા ક્ષત્રિયોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન એમએલએ ચૈતન્ય સિંહ ઝાલાએ ક્ષત્રિયોને સમજાવવા અનેક પ્રયાસ કર્યો છત્તા ક્ષત્રિયો એકના બે ન થયા જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોચી મામલો શાંત પાડ્યો હતો.
વડોદરાના પાદરા ગામે પરશોત્તમ રૂપાલાના નિવેદનનો ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. પાદરાના જાસપુર ગામે ક્ષત્રિય યુવકોએ ભાજપના કાર્યકરોને પ્રચાર માટે ગામમા આવતા પહેલા ગામ બહાર રોકી લીધા હતા અને કાળા વાવટા ફરકાવી અને હાય હાયના નારા લગાવી ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો. ઉમેદવાર જશુ રાઠવાના પ્રચાર માટે ભાજપ નેતાઓ ગામમાં ગયા હતા. આ દરમિયાન ભારે હંગામો મચી ગયો હતો. ક્ષત્રિય યુવકોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા . જે બાદ એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ ક્ષત્રિય યુવકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે બાદ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.