
દાહોદ,લીમખેડા તાલુકાના પાડા ગામ વન વિભાગની વલુડી રાઉન્ડમાં રાત્રીના સમયે ધર આંગણામાં સુઈ રહેલા રમેશભાઈ સીનાભાઈ ચૌહાણ ઉ.વ.43 ઉપર દિપડાએ હુમલો કરતાં ગળાના ભાગે ગંભીર ઈજાઓ થતા નશ કપાઈ જતાં મોત નિપજાવા પામ્યું છે. જ્યારે 59 વર્ષીય મહિલા ઉપર હુમલો કરતાં ગંભીર ઈજાઓ થતાં ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પાડા ગામે એક રાત્રીએ માનવભક્ષી બનેલ દિપડાના હુમલાને લઈ ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે દિપડાને પાંજરે પુરાય તે જરૂરી છે.
