પછાત સમુદાયના હોવાથી મારી વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે,સિદ્ધારમૈયાનો આરોપ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આરોપ લગાવ્યો હતો કે જમીન ફાળવણીમાં છેતરપિંડી કરવાના મામલામાં તેમને બિનજરૂરી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે કારણ કે તેઓ પછાત વર્ગના સમુદાયમાંથી આવ્યા છે અને બીજી વખત મુખ્યમંત્રી બન્યા છે.

આરોપ છે કે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મુખ્ય પ્રધાનની પત્ની પાર્વતીને પાશ વિસ્તારમાં કરોડો રૂપિયાનો પ્લોટ આપ્યો છે. જો કે, દસ્તાવેજો જણાવે છે કે પાર્વતીને તેની માલિકીની લગભગ ચાર એકર જમીનના સંપાદનના બદલામાં પાશ વિસ્તારમાં આ પ્લોટ આપવામાં આવ્યો છે. ભાજપ આ વૈકલ્પિક જમીન ફાળવણીને ગેરકાયદે ગણાવી રહ્યું છે.

સિદ્ધારમૈયાની આ પ્રતિક્રિયા ત્યારે સામે આવી છે જ્યારે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ આજે સિદ્ધારમૈયાના હોમ ડિસ્ટ્રિક્ટ મૈસુરમાં આ જમીન કૌભાંડ વિરુદ્ધ એક મેગા પ્રદર્શનનું કર્યું હતું

મુખ્યમંત્રીએ પૂછ્યું કે શું અમે એમયુડીએ કૌભાંડની તપાસ માટે આપી નથી. ભાજપ આ બધું રાજકારણ માટે કરી રહ્યું છે. જો તેઓ રાજનીતિ કરશે તો આપણે પણ રાજનીતિ કરવી પડશે. જ્યારે બીજેપીએ જમીન ફાળવણી પર તેમની પત્નીને નિશાન બનાવવા વિશે પૂછ્યું, ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમણે સમજાવવું પડશે કે તે ક્યાં ગેરકાયદેસર છે. અમે કહીએ છીએ કે વસ્તુઓ કાયદેસર છે.

દરમિયાન, બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એનવી અંજારિયાને પત્ર લખીને એમયુડીએ કૌભાંડનો કેસ શરૂ કરવા વિનંતી કરી છે, જેમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની પત્ની લાભાર્થી તરીકે સામેલ છે. ભાજપના નેતા સીટી રવિએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના બચાવને અપ્રમાણિક ગણાવ્યો છે.