પાટણ, પાટણના યુવકે યુવતી સાથે પ્રેમસંબંધ કેળવી અને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઉપરાંત તે યુવતીને જાતિવિષયક અપમાનજનક શબ્દો પણ બોલ્યો હતો. તેના પછી આ યુવતી કોઈપણ પ્રકારની ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
આ ઘટનાના પગલે યુવતી તો હસ્તપ્રત થઈ ગઈ હતી, થોડા સમય પછી તેણે હિંમત એકઠી કરીને દુષ્કર્મ આચરનારા સાવન ઠક્કર સામે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પાટણ પોલીસના બી ડિવિઝને પણ વધારે તપાસ આદરી છે.
આના પગલે આગામી સમયમાં યુવકની પોલીસ ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. હાલમાં તે ફરાર હોવાનું પોલીસ માને છે. છતાં પણ પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેને અમે ટૂંક સમયમાં ઝડપી લઈશું. તેના સગડ મેળવવામાં આવી રહ્યા છે.-