પંચમહાલ શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ:’ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’

  • ત્રીજા દિવસે જીલ્લાની 433 પ્રાથમિક અને 34 માધ્યમીક શાળાઓમાં 1402 બાળકો આંગણવાડી,5,984 બાલવાટિકા અને 3,980 બાળકોનું ધોરણ 1માં નામાંકન થયું
  • જીલ્લામાં ત્રણ દિવસ દરમિયાન 1,333 પ્રાથમિક અને 233 માધ્યમીક શાળાઓમાં 4,971 બાળકો આંગણવાડી, 19,361 બાલવાટિકા અને 12,734 બાળકોનું ધોરણ 1માં નામાંકન થયું.
  • 923 ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવાયા,1,603 મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને આવકાર્યા,94 શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની શરૂઆત કરાઈ.

ગોધરા, કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024ની ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે આજરોજ ત્રીજા દિવસે પંચમહાલ જીલ્લામાં કુલ 11,366 બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે. પંચમહાલ જીલ્લામાં આજે છેલ્લા દિવસે જીલ્લા પંચાયતના પ્રમુખ, સર્વ ધારાસભ્યો, રાજ્ય સરકાર તથા જીલ્લાના અધિકારીઓ સહિત કુલ 470 મહાનુભાવોના હસ્તે જીલ્લાની 433 પ્રાથમિક અને 34 માધ્યમીક શાળાઓમાં 1402 બાળકો આંગણવાડી,5,984 બાલવાટિકા અને 3,980 બાળકોનું ધોરણ 1માં નામાંકન કરાયું હતું.

રાજ્ય સહિત પંચમહાલ જીલ્લામાં તારીખ 26 થી 28 દરમિયાન યોજાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કુલ 1,603 મહાનુભાવો જોડાયા હતા.જીલ્લામાં ત્રણ દિવસ દરમિયાન કુલ 1,333 પ્રાથમિક અને 233 માધ્યમીક શાળાઓમાં 4,971 બાળકો આંગણવાડી, 19,361 બાળકોનું બાલવાટિકામાં અને 12,734 બાળકોનું ધોરણ 1માં નામાંકન કરાયું હતું. જીલ્લામાં કુલ 37,066 બાળકોને આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે 923 કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ ચૂકવવામાં આવ્યા હતા.આ સાથે જીલ્લામાં 94 શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાની શરૂઆત કરાઈ છે.

શાળા પ્રવેશોત્સવ દરમિયાન જીલ્લામાં 236 દિવ્યાંગ બાળકોને પ્રવેશ અપાયો જ્યારે ધોરણ 9માં 21,505 અને ધોરણ 10 થી 11માં 13,231 વિદ્યાર્થીઓએ પ્રવેશ પ્રવેશ મેળવ્યો છે.જીલ્લામાં કુલ 39 લાખથી વધુની રકમ લોક સહકાર અને દાનના સ્વરૂપે મળેલ છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં વૃક્ષારોપણ તથા એસ.એમ.સી કમિટીની બેઠકો યોજાઈ હતી.