નવીદિલ્હી,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતને લઇ ઓવૈસીએ એક બાદ એક ઘણા ટ્વિટ કર્યા અને કહ્યું કે પીએમ મદીએ ચીની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી તેમનું સ્વાગત કર્યું અને તેમને શુભકામનાઓ પાઠવી.
અસદુદ્દીન ઓવૈસી એ ટ્વિટ કરી કહ્યું, ’આખરે લદ્દાખમાં જે થયું છે (યાદ રાખો કે આપણે ૨૦ બહાદુર સૈનિકોને ગુમાવી દીધા), ચીનીઓ પર વિશ્વાસ કરવો કે તેમની પાસે કંઈ માંગવું મુશ્કેલ છે. શું હવે આપણે વધુ એક ડોકલામ જોવા જઈ રહ્યા છીએ, જ્યાં સરકાર સમસ્યાનું સમાધાન જાહેર કરે છે પણ ચીની સેના ત્યાં જ રહે છે?’ તેમણે આગળ કહ્યું, ’હું ચીન સરહદ મુદ્દે ચર્ચા માટે સંસદના વિશેષ સત્રની પોતાની પહેલાની માંગને દોહરાવું છું. આ દેશની જનતાનો એ અધિકાર છે.’
એઆઈએમઆઈએમ અયક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પોતાના આગલા ટ્વિટમાં કહ્યું, ’દેશને એ જાણવું જરૂરી છે કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે શું વાત થઈ હતી. આ ભારત અને ભારતીયો સાથે જોડાયેલા મામલા છે, ન કે મોદી કે તેમના પરિવારના ખાનગી મામલા. પીએમ મોદી, શી જિનપિંગને શું રજૂઆત કરી રહ્યા છે?’
અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ચોથા ટ્વિટમાં કહ્યું, ’દુનિયાએ સત્તાવાર વીડિયો જોયો છે અને અત્યાર સુધીમાં એ જાણી ચૂકી છે કે કોઈ જઈને શી જિનપિંગને શુભકામનાઓ પાઠવી. મોદીએ તેના વિશે ટ્વિટ કેમ ન કર્યું, જેવું તેમણે અન્ય નેતાઓ માટે કર્યું છે? છુપાવવા માટે શું છે?’