- જમાલપુરમાં સભામાં રડી પડ્યાં ઓવૈસી
- પાર્ટી ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે કર્યો પ્રચાર
- કાબલીવાલાને જીતાડવા લોકોને અપીલ કરતા રડી પડ્યા ઓવૈસી
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર શનિવારે પૂરો થશે. આ પહેલા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) તેમજ એઆઇએમઆઇએમ છેલ્લા કેટલાક દિવસોથી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના એક ભાષણની વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ રડતા જોવા મળી રહ્યા છે.
અસદુદ્દીન ઓવૈસી રેલી કરવા માટે અમદાવાદના જમાલપુર પહોંચ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીના ઉમેદવાર સાબિર કાબલીવાલા માટે મત માંગતી વખતે અચાનક રડી પડ્યા હતા. રડતા રડતા અસદુદ્દીન ઓવૈસીએ લોકોને સાબિરને જીતાડવા અપીલ કરી, જેથી અહીં ફરી કોઇ બિલ્કિસ સાથે અન્યાય ન થાય. રેલીમાં રડતાં રડતાં અસદુદ્દીન ઓવૈસીએ અલ્લાહ સાબિરને વિજય આપે તેવી પ્રાર્થના કરી હતી. અસદુદ્દીન ઓવૈસીએ તાજેતરમાં ગરબામાં પથ્થરબાજોને લાકડીઓ વડે માર મારવાનો કિસ્સો પણ યાદ કર્યો હતો અને સાબીરને વિજય અપાવવા અલ્લાહને પ્રાર્થના કરી હતી જેથી આવી ઘટના ફરી ક્યારેય ન બને.
ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર પ્રહારો
આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ભાષણમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. ભાજપની ‘બી’ ટીમ તરીકે ઓળખાવા પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તેમની પાર્ટી ભાજપને જીતાડવામાં મદદ નથી કરતી, પરંતુ તે આપ અને કોંગ્રેસ છે. જો કે તેમનો આરોપ છે કે ઓવૈસીના કારણે ભાજપને ફાયદો થઈ રહ્યો છે. મુસ્લિમ સમુદાયના અસદુદ્દીન ઓવૈસીએ પણ એઆઈએમઆઈએમના ઉમેદવારોને મત આપીને પોતાનું નેતૃત્વ રચવાની વાત કરી હતી.