ઓવૈસીની સભામાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા

  • એઆઇએમઆઇએમ ઉમેદવાર અબ્દુલ મોબીન રિઝવી, પાર્ટીના નેતાઓ સામે એફઆઇઆર
  • ચૂંટણી પંચ એકશન લેશે

ગિરિડીહ: ઝારખંડમાં બુધવારે એક જાહેરસભામાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા હતા. આ કિસ્સો ગિરિડીહ જિલ્લાનો છે. હકીકતમાં જોઈએ તો, ડુમરી વિધાનસભા પેટાચૂંટણીમાં એઆઈએમઆઈએમના ઉમેદવાર મુબીન રિઝવીના પક્ષમાં ડુમરીમાં આવેલી કેબી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં સભા થઈ રહી હતી. આ સભાને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસી વિશાળ જનસભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમ્યાન સામે ભીડમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. તેને લઈને ચૂંટણી પંચ પણ એક્શનમાં આવ્યું છે. વીડિયો તપાસ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ત્યાર બાદ તરત મંચ પરથી અસદુદ્દીન ઓવૈસીએ તેને રોક્યો અને ભારે ફટકાર પણ લગાવી. આપને જણાવી દઈએ કે, ડુમરી વિધાનસભા પેટાચૂંટણીને લઈને જ્યાં એક તરફ ઈંડિયા મહાગઠબંધનના નેતા પોતાના ઉમેદવાર બેબી દેવીની જીત પાક્કી કરવા માટે સતત જાહેરસભા કરી રહ્યા છે અને જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. તો વળી બીજી તરફ એનડીએ ઉમેદવાર યશોદા દેવીના પક્ષમાં આજસૂ અને ભાજપના મોટા નેતા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

એઆઈએમઆઈએમના ઉમેદવાર મૂબીન રિઝવી માટે પ્રચાર કરવા માટે હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસી આવ્યા હતા. આ દરમ્યાન તેમણે એક જાહેરસભાને સંબોધન કર્યું, જેમાં પાંચ હજાર જેટલા લોકો આવ્યા હતા. જાહેરસભાને સંબોધન કરતા ઓવૈસી એક તરફ કેન્દ્રની મોદી સરકાર તથા રાજ્યની હેમંત સોરેન સરકાર પર પ્રહારો કરી રહ્યા હતા, આ દરમ્યાન અચાનક ભીડમાંથી કોઈએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા. પાકિસ્તાનના નારા સાંભળતા જ મંચ પરથી ભાષણ આપી રહેલા ઓવૈસીએ તરત ફટકાર લગાવી અને પોતાનું સંબોધન ચાલું રાખ્યું.

દરમિયાન અસદુદ્દીન ઓવૈસીના ભાષણ દરમિયાન ઓડિયન્સ ગેલેરીમાંથી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા વહીવટી તંત્રએ કાર્યવાહી કરી છે. જિલ્લાના ડીસી અને એસપીના નિર્દેશ પર વિડીયો અવલોકન ટીમ દ્વારા ભાષણ દરમિયાન રેકોર્ડેડ વિડીયોનું અવલોકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સંદર્ભ સંબંધિત ફ્લાઈંગ સ્ક્વોડ ડુમરી દ્વારા ડુમરી પોલીસ સ્ટેશનમાં એઆઇએમઆઇએમ ઉમેદવાર અબ્દુલ મોબીન રિઝવી, પાર્ટીના નેતા મુઝફર હસન નૂરાની અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સબંધિત કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. વહીવટીતંત્રએ આ અંગે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે. વહીવટીતંત્રનું કહેવું છે કે, વીડિયોના અવલોકનમાં જાણવા મળ્યું કે, આ કૃત્ય આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન છે.

બીજી તરફ ડુમરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પવન કુમાર સિંહે પણ એફઆઇઆરની પુષ્ટિ કરી છે. ડુમરી વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન અસુદ્દીન ઓવૈસીની બેઠક દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા હતા. ઓવૈસીનું સંબોધન સાંભળવા ઉમટેલી ભીડમાંથી એક યુવકે આ નારા લગાવ્યા હતા. અસુદ્દીન ઓવૈસીએ પોતાનું ભાષણ અટકાવીને અને સ્ટેજ પરથી જ યુવકને ખીજવાયા હતા. એનડીએ નેતાઓએ પણ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો જોરદાર વિરોધ કર્યો છે અને ગુનેગારોની ઓળખ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.