પૂર્ણિયા,
ઓલ ઇંડિયા મજલિસ-એ- ઇત્તેહદુલ મિસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદ્દુદિન ઔવૈસીએ બિહારના પૂર્વત્તર સીમાંચલ ક્ષેત્રના પોતાના બે દિવસીય પ્રવાસની શરુઆત કરી છે. આ દરમિયાન પુર્ણીયામાં અસદ્દુદિન ઔવેસીના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો આરોપ લગાવ્યો છે.
ગુજરાત સંદર્ભમાં અસદુદ્દિન ઔવેસીએ કહ્યુ કે, જ્યારે ગુજરાત સળગી રહ્યુ હતુ, ત્યારે નીતિશ કુમાર રેલ મંત્રી હતા. જો તેમને લાગે છે કે, મજલીસ મુસલમાની પાર્ટી છે તો તેમણે યાદ રાખવુ જોઇએ કે, તે કુમ અને કુશવાહથી આગળ નહી વધી શકે. સીએમ નીતિશ કુમારની જનતા દળ યૂનાઇટેડ અને રાજદ બિહારમાં સત્તારુઢ ગઠબંધન પાર્ટી છે જેને મહાગઠબંધન કહેવામાં આવે છે. એઆઇએમઆઇએમને ફક્ત મુસ્લિમોની પાર્ટી ગણાવનાર નીતિશ કુમારના નિવેનદન પર ઔવૈસીએ કહ્યુ કે, ’નીતિશ કુમારે પોતાની અંદર ઝાંખી લેવુ જોઇએ. તે હજી સુધી બિહારમાં કુમ અને કોયરી જાતીઓથી બહાર નથી આવ્યા.
આ દરમિયાન અસુદ્દીન ઔવૈસીએ આરજેડીને પણ નથી છોડી તેમણે કહ્યુ કે, રાજત નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલા નાણાં શક્તિ દ્વારા પસંદ કરવામા આવેલા લોકો હારી ગયા છે. ૨૦૨૦ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એઆઇએમઆઇએમે સિમાંચલમાં પાંચ સીટો પર જીત મેળવી હતી. આ વિસ્તાર પછાત છે. જેમા મુસલમાનોની બહુસંખ્યા છે. જેમાથી ચાર રાજદમાં ચાલ્યા ગયા છે.