ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળા યુવરાજ સુંવાળા સહિતના ટોળા વિરુદ્ધ ઓઢાવ પોલીસ સ્ટેશન ના ફરિયાદ નોંધાઇ હતી વિજય સુંવાળા અને તેના ભાઈ યુવરાજ સુંવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી. વિજય સુવાળા, ભાઈ યુવરાજ સુંવાળા સહિત ૩૦થી વધુ લોકોના ટોળાએ જમીન દલાલ અને ભીજેપી માં સક્રિય એવા દિનેશ રબારીની ઓફિસે હથિયાર સાથે જઈને અને ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી ઓ આપી હતી.
આ મામલે ઓઢવ પોલીસ મથકે બીજેપી માં સક્રિય જમીન દલાલ દિનેશ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી વર્ષ ૨૦૨૦થી ચાલી રહેલા મનદુ:ખને લઈ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી ઓ આપતા હતા. તેવામાં ૧૮મી ઓગસ્ટ ના વિજય સુંવાળા સહિતના આરોપીઓ ફરિયાદીની ઓફિસે લાકડી ઓ અને ધોકા પાઇપ સાથે પહોંચ્યા હતા અને ફોન પર ધમકી ઓ આપી હતી. જે સમગ્ર ઘટના પણ સીટી ટીવીમાં કેદ થઇ હતી. જેને લઈને ઓઢવ પોલીસે ધાકધમકી ગેરકાયદેસર મંડળી બનાવી હથિયાર સહીત ની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જેમાં બુધવાર ને ૨૮ ની ઓગસ્ટ ના વિજય સુંવાળા સહિત સાત આરોપી એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે શરણાગતિ સ્વીકારી હતી જેમાં વિજય સુંવાળા યુવરાજ સુંવાળા , રાજેશ ધરમશી રબારી, વિક્રમ સવજી રબારી , જયેશ મગન દેસાઈ, દિલીપ અમરત જિણાજી ,હિરેન વાળંદ ની સમાવેશ થવા પામ્યો છે ત્યારે ઓઢવ પોલીસે વિજય સુંવાળા સહિતના આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરી છે. ઓઢવ પોલીસમાં નોંધાયેલ ફરિયાદની કલમો જમીન પાત્રો હોવાથી તમામ આરોપીઓને જામીન પર પોલીસ સ્ટેશન છોડવામાં આવ્યા હતાં