ઑસ્કર માટે શોર્ટલિસ્ટ નથી થઈ ’દ કશ્મીર ફાઈલ્સ’, વિવેક અગ્નિહોત્રીએ કરેલા દાવામાં કેટલી સચ્ચાઈ?

મુંબઇ,

૧૦ જાન્યુઆરીના રોજ ’દ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ઓર્સ્ક્સ ૨૦૨૩ને લઈને એક ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં વિવેકે દાવો કર્યો છે કે, તેમની ફિલ્મ ’દ કશ્મીર ફાઈલ્સ’ ઓર્સ્ક્સ ૨૦૨૩ માટે પહેલી યાદીમાં શોર્ટલિસ્ટ થઈ છે. વિવેકે ટ્વિ કરીને જે લખ્યું છે, તે અમે અહીં આપને ગુજરાતીમાં જણાવીએ છીએ…

દ કશ્મીર ફાઈલ્સને ઓર્સ્ક્સ ૨૦૨૩ માટે પ્રથમ લિસ્ટમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ભારતની ૫ ફિલ્મોમાંથી એક છે. હું એ તમામને ખૂબ ખૂબ શુભકામના આપું છું. ભારતી સિનેમા માટે એક મહાન વર્ષ. અન્ય એક ટ્વિટમાં વિવેક લખે છે કે..પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, અનુપમ ખેર તમામ સર્વશ્રેષ્ઠ અભિનેતા કેટેગરી માટે પસંદ થયા છે. આ તો બસ શરુઆત છે, આગળ લાંબી સફર છે. આ તમામને શુભકામનાઓ આપો.

દ કશ્મીર ફાઈલ્સના એક્ટર અનુપમ ખેરે ટ્વિટ કરીને લખ્યું છે કે. દ કશ્મીર ફાઇલ્સ અને મારુ નામ ઓસ્કર ૨૦૨૩ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં પસંદ થવા બદલ ખુશી થઈ. શોર્ટ લિસ્ટ તરીકે અમારી આ મોટી જીત છે. લિસ્ટમાં અન્ય ભારતીય ફિલ્મોને પણ શુભકામના. ભારતીય સિનેમાની જય હો!

વિવેક અગ્નિહોત્રી જે લિસ્ટની વાત કરી રહ્યા છે, તેને શોર્ટલિસ્ટ નહીં પણ હકીક્તમાં રિમાંઈડર લિસ્ટ કહે છે આ લિસ્ટને લઈને ઓર્સ્ક્સની સત્તાવાર વેબસાઈટ પર ૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ પ્રેસ રિલીઝ જાહેર કર્યું હતું. તેમાં દુનિયાભરની કુલ ૩૦૧ ફિલ્મો સામેલ છે, જે ૯૫માં એકેડમી એવોર્ડ્સ અથવા ઓર્સ્ક્સ માટે એલિજીબલ એટલે કે, યોગ્ય માનવામાં આવી છે. અહીં એલિજીબલ શબ્દ પર ધ્યાન આપવાની જરુર છે, કેમ કે તેનો અર્થ શોર્ટ લિસ્ટેડ જરાં પણ થતો નથી.

ધ્યાન આપનારી વાત એ છે કે, લિસ્ટ માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે, પણ અરજીકરનારા વ્યક્તિએ અમુક શરતો પુરી કરવાની હોય છે, જે ઓર્સ્ક્સની સત્તાવાર વેબસાઈટ પર આપેલી છે, તેમાંથી અમુક જરુરી શરતો અમે અહીં આપને જણાવીએ છીએ.

એકેડમી પુરસ્કાર માટે લાગૂ નિયમો અંતર્ગત ફિલ્મ કંસીડર કરવા માટે, ફીચર ફિલ્મોને છ અમેરિકી શહેરોમાં કમ સે કમ એક શહેરમાં સાત દિવસ સુધી ન્યૂનતમ ક્વાલિફાઈંગ રન પુરો કરવાનો રહેશે. આ શહેર છે લોસ એંજેલિસ, શિકાગો, ન્યૂયોર્ક સિટી, મિયામી, લોરિડા અને ઈલેનોય.બેસ્ટ પિક્ચરમાં એલિજિબલ હોવા માટે ફિલ્મને એક એકેડમી પ્રેજેંટેશન અને ઈક્ધ્લૂઝન સ્ટેન્ડર્ડ ઉપરાંત સટફિકેટ આપવાનું હોય છે, જે ગોપનિય હોય છે.

આ સમગ્ર પ્રેસ રિલીઝમાં ક્યાંય પણ શોર્ટલિસ્ટ શબ્દનો ઉલ્લેખ કર્યો નથી, જેવો વિવેક અગ્નિહોત્રી દાવો કરી રહ્યા છે.સરળ ભાષામાં કહીએ તો, વિવેકની ફિલ્મ દ કશ્મીર ફાઈલ્સે ફક્ત ઓસ્કર માટેના માપદંડો પુરા કર્યા છે, પણ કોઈ ફિલ્મનું શોર્ટલિસ્ટ હોવું અલગ પ્રક્રિયા છે. આ વાતની કોઈ ગેરેન્ટી નથી કે, કશ્મીર ફાઈલ્સ રિમાંઈડર લિસ્ટમાં છે, તો તેને શોર્ટલિસ્ટ પણ થશે. આમ પણ મેજર કેટેગરીમાં ફિલ્મો શોર્ટલિસ્ટ થઈ ચુકી છે.