ઓસ્કર ૨૦૨૩ શોર્ટલિસ્ટ:એસ એસ રાજમૌલિની ’આરઆરઆર’, ગુજરાતી ફિલ્મ ’છેલ્લો શો’ની સત્તાવાર એન્ટ્રી

મુંબઇ,

ધ એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સે ગુરુવાર, ૨૨ નવેમ્બરના રોજ વિવિધ કેટેગરીના શોર્ટલિસ્ટ નોમિનેશન જાહેરાત કરી હતી. એસ એસ રાજમૌલિની આરઆરઆરને મ્યૂઝિક (ઓરિજિનલ સોંગ) માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મનું ગીત ’નાટુ નાટુ…’ શોર્ટલિસ્ટમાં સામેલ છે. આ ફિલ્મને કન્સીડરેશનની વિવિધ કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યું છે, જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ વિઝ્યૂલ ઇફેક્ટ્સ સામેલ છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મમાં ગુજરાતી ફિલ્મ ’છેલ્લો શો’ (લાસ્ટ ફિલ્મ શો) શોર્ટલિસ્ટ થઈ છે. ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ તથા

ગુજરાતી ફિલ્મ ’લાસ્ટ ફિલ્મ શો’ ઇન્ટરનએશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં તથા શૌનક સેનની ડોક્યુમેન્ટરી ’ઓલ ધેટ બ્રીથ્સ’ને ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત કાતકી ગોંસાલ્વ્સની ડોક્યુમેન્ટરી ’ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને પણ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આમ ૯૫મા ઓસ્કર અવૉર્ડમાં ભારતની કુલ ચાર ફિલ્મ શોર્ટલિસ્ટમાં સામેલ છે.

એવું માનવામાં આવે છે કે શૌનક સેનની ડોક્યુમેન્ટરી ઓસ્કર અવૉર્ડ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. ગયા વર્ષે રિંતુ થોમસ તથા સુસ્મિત ઘોષની ડોક્યુમેન્ટરી ’રાઇટિંગ વિથ ફાયર’ને ઓસ્કર નોમિનેશન મળ્યું હતું. ’છેલ્લો શો’ને ૨૦ સપ્ટેમ્બરે ભારત તરફથી ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી મળી હતી

’છેલ્લો શો’ની વાત કરીએ તો ડિરેક્ટર તથા રાઇટર પાન નલિનની આ સેમી ઓટોબાયોગ્રાફી છે. પાન નલિન સૌરાષ્ટ્રમાં મોટા થયા છે અને તેમને નાનપણથી ફિલ્મ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. ફિલ્મનું શૂટિંગ માર્ચ, ૨૦૨૦માં થયું હતું. જોકે, પછી લૉકડાઉન હતું. કોરોનાકાળમાં આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને ૨૦ સપ્ટેમ્બરે ઓસ્કર માટે ભારત તરફથી ઓફિશિયલી એન્ટ્રી મળી હતી.