લખનૌ,યુપીના ફર્રખાબાદ જીલ્લામાં વિજળી વિભાગના એસડીઓ રવિદ્ર પ્રતાપ ગૌતમને બરતરફ કરી દેવામાં આવ્યા છે.તેમણે આતંકી ઓસામા બિન લાદેનની ફોટો પોતાના સરકારી નિવાસ પર લગાલી હતી અને તેના પર વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ અવર અભિયન્તા લખ્યું હતું.આ મામલાની વીડિયો વાયરલ થયા બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
ફરૂખાબાદમાં વિજળી વિભાગના એસડીઓએ આતંકવાદી ઓસામા બિન લાદેનને દુનિયાના સર્વશ્રેષ્ઠ અવર અભિયંતા બતાવતા તેમની ફોટો પોતાના સરકારી નિવાસ પર લગાવી હતી.વાયરલ વીડિયોને ધ્યાનમાં લઇ અધિકારીઓ દ્વારા તપાસ કરાવવામાં આવી હતી ૩૧ મે ૨૦૨૨ના રોજ તપાસ શરૂ થઇ હતી અને એસડીઓને બરતરફ કરી દેવામાં આવ્યા હતાં લગભગ ૧૦ મહીના ચાલેલી તપાસ બાદ હવે શાસન દ્વારા દોષી સિધ થવા પર વિજળી વિભાગના એસડીઓ રવિદ્ર પ્રતાપ ગૌતમને બરતરફ કરી દેવામાં આવ્યા છે.
રવિદ્ર પ્રતાર ગૌતમ ફર્રૃખાબાદના નવાબગંજ ખાતે વિદ્યુત સબ સ્ટેશનમાં તાલુકા અધિકારી(એસડીઓ)ના પદ પર તહેનાત હતાં તેમના વિજળીધર પરિસરમાં આવેલ ગેસ્ટ રૂમમાં આતંકી આતંકવાદી ઓસામા બિન લાદેન ની ફોટો લગાવી હતી તેના પર લખ્યું હતું કે શ્રદ્ધેય ઓસામા બિન લાદેન વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ અવર અભિયંતા
ઓસામા બિન લાદેનની આ ફોટો કોઇ વ્યક્તિ દ્વારા વિડિયો બનાવી લીધી અને તે વીડિયો સોશલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવી હતી વીડિયો વાયરલ થયા બાદ એસડીઓ દ્વારા ફોટો હટાવી દેવામાં આવી હતી સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થવાની માહિતી મળતા જ રવિદ્ર અંડરગ્રાઉન્ડ થઇ ગયા હતાં.ત્યારબાદ વાયરલ વીડિયોની તપાસ બાદ તાલુકા અધિકારી (એસડીઓ) રવિદ્ર પ્રતાપ ગૌતમને બરતરફ કરી દેવામાં આવ્યા હતાં ૧૦ મહીના ચાલેલી તપાસ બાદ હવે શાસન દ્વારા રવિદ્ર પ્રકાશ ગૌતમને દોષી માનતા તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે.