ભુવનેશ્ર્વર, ઓરિસ્સામાં મયુરભંજ જિલ્લામાં પલટી ગયેલી એક ટ્રકને કારણે ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા, જ્યારે નવ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ઘટના નેશનલ હાઈવે ૪૯ પર દુઆરસુની ઘાટમાં ભારે વરસાદને કારણે ટ્રક ડ્રાઈવરે કાબુ ઘુમાવતાં અકસ્માતની ઘટના બની હતી.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી રાહદારીઓ અને વાહન ચાલકો દોડી આવ્યાં હતાં અને ભયંકર અકસ્માતમાં ઘાયલોને બહાર કાઢવામાં લાગી ગયાં હતાં.
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર, સુજીત કુમાર પ્રધાને જણાવ્યું હતું કે, આ અકસ્માત ત્યારે થયો જ્યારે જાત્રા (નૃત્ય નાટક મંડળ)ની ટ્રક રાયરંગપુરથી બાલાસોર જિલ્લાના જલેશ્ર્વર વિસ્તારમાં જઈ રહી હતી. દુઆરસુની ખાતે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. નેશનલ હાઈવે ૪૯ પર વરસાદ વચ્ચે ઘાટ અને અકસ્માત થયો. વધુમાં અધિકારીએ જણાવ્યું કે, ઘટનાના થોડા સમય બાદ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા અને નજીકના બાંગીરીપોસી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા તથાા ફાયર ઓફિસર ભબેન્દ્ર નાથ ડે ના જણાવ્યા મુજબ, ફાયર અધિકારીઓની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બંગીરીપોશી પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.
મુખ્યપ્રધાન નવીન પટનાયકને મયુરભંજ જિલ્લામાં થયેલ ટ્રકના માર્ગ અકસ્માતમાં અંગે જાણ થતાં જ ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તે માટે સૂચના આપી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના નજીકના સંબંધીઓને ૩ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.