લોસ એન્જલસ,દર વર્ષની જેમ આ વખતે પણ ઓસ્કાર એવોર્ડ જીતવાની રેસમાં દુનિયાભરમાંથી અનેક ફિલ્મો અને અભિનેતા-અભિનેત્રીઓ સામેલ થયા હતા. યુએસ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષના વિજેતાની જાહેરાત કરી છે. એકેડેમી એવોર્ડની આ ઈવેન્ટ ભારતીય સમય અનુસાર ૧૧ માર્ચે સવારે ૪:૩૦ વાગ્યે શરૂ થઈ હતી, ત્યારબાદ એક પછી એક વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બેસ્ટ ફિલ્મ, બેસ્ટ અભિનેતા-અભિનેત્રી, બેસ્ટ સહાયક અભિનેતા-અભિનેત્રી સહિત વિવિધ કેટગરીઓમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. અહીં તમે વિજેતાઓની સંપૂર્ણ યાદી જોઈ શકો છો.
વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ
બેસ્ટ એક્ટર- કિલિયન મર્ફી (ઓપનહેઇમર)
બેસ્ટ ડાયરેક્ટર- ક્રિસ્ટોફર નોલાન (ઓપનહેઇમર)
બેસ્ટ સપોટગ એક્ટર- રોબર્ટ ડોની જુનિયર (ઓપનહેઇમર)
બેસ્ટ એક્ટ્રેસ- એમ્મા સ્ટોન (પૂઅર થિંગ્સ)
બેસ્ટ ઓરિજિનલ સોંગ -વોટ વોઝ આઈ મેડ ફોર (બાર્બી)
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ (યુકે ફિલ્મ)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન હોલી વાડિંગ્ટન (પૂઅર થિંગ્સ)
પ્રોડક્શન ડિઝાઇન જેમ્સ પ્રાઇસ અને શોના હેથ (પુઅર થિંગ્સ ફિલ્મ માટે)
ઓરિજિનલ સ્ક્રીનપ્લે જસ્ટિન ટ્રેટ અને આર્થર હરારી (ફિલ્મ એનાટોમી ઓફ અ ફોલ માટે)
બેસ્ટ ફિલ્મ એડિટિંગ જેનિફર લેમ (ઓપનહેઇમર ફિલ્મ માટે)
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ- ગોડઝિલા માઈનસ વન
ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ- ધ લાસ્ટ રિપેર શોપ
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ- ૨૦ ડેઝ ઇન મેરીયુપોલ
બેસ્ટ સિનેમેટોગ્રાફી- ઓપનહેમર
લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ- ધ વંડરફુલ સ્ટોરી ઓફ હેનરી શુગર
બેસ્ટ સાઉન્ડ- ધ જોન ઓફ ઈન્ટરેસ્ટ
ટુ કિલ અ ટાઈગર ઓસ્કાર જીતી શક્યું નહી
ઝારખંડમાં રેપ આધારિત ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ ૨૦૨૪ની રેસમાં નોમિનેટ થઈ હતી. નામ- ’ટુ કીલ અ ટાઈગર’, જે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ હતી. જો કે આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.
આ એવોર્ડ ફિલ્મ ’૨૦ ડેઝ ઇન મરિયોપોલ’ના નામે આપવામાં આવ્યો હતો. ‘ટુ કિલ અ ટાઈગર’ ઝારખંડની સ્ટોરી પર આધારિત ફિલ્મ છે, જેનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું છે.