ગોધરા શહેરના દડી કોલોની ખાતે રહેતા અર્પિતભાઈ ક્રિશ્ચિયનને બાળપણથી ટપાલ ટિકિટ અને ચલણી નોટો અને સિક્કાનો સંગ્રહ કરવાનો અનોખો શોખ હતો. પાછલા 30 વર્ષના સમય ગાળામાં 300 દેશોની ટપાલ ટિકિટ અને અલગ અલગ દેશોની ચલણી નોટો સંગ્રહીત કરી છે, આ સિદ્ધી બદલ ઓનલાઇન વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની દડી કોલોની ખાતે રહેતા અર્પિત સુધીરભાઈ ક્રિશ્ચિયનને બાળપણથી ભારત અને વિવિધ દેશોની ટપાલ ટિકિટ અને ચલણી નોટો તેમજ સિક્કા એકત્ર કરવાનો શોખ હતો. 30 વર્ષ માં અર્પિતભાઈએ 300થી વધુ દેશોની ટપાલ ટિકિટ એકત્ર ભેગી કરી છે. જેમાં અલગ અલગ દેશોની ચલણી નોટો અને ચલણી સિક્કાનો સંગ્રહ કર્યો છે. અર્પિતભાઈના ચલણી નોટોના સંગ્રહના શોખના કારણે ભારતના તારીખ 1/12/77થી 15/9/82ના સમયગાળા દરમિયાન રિઝર્વ બેંકના ગવર્નર આઇ.જી. પટેલ હતા તેઓના કાર્યકાળ દરમિયાન રૂપિયા 50ની ચલણી નોટ છપાઈ હતી. જેમાં સંસદ ભવન ઉપર ધ્વજ દર્શાવવાની ચુક રહી ગઈ હતી. જે બાદ સુધારી લેવાઈ હતી તે ચુકવાળી ચલણી નોટ અને સુધારા વાળી 50 રુપિયાની ચલણી નોટ તેમની પાસે છે.
અનેક એવા દેશો કે જે હાલ નકશા પર નથી તેવા દેશોની પણ ચલણી નોટો, ટપાલ ટિકિટ વગેરે તેઓના સંગ્રહમાં છે. અર્પિતભાઈ ખાનગી શોરૂમમાં નોકરી કરે છે અને તેઓને ટપાલ ટિકિટ, ચલણી નોટોક સિક્કા વગેરે સંગ્રહ કરવાનો અનોખો શોખ હતો. જેમાં તેઓને પોતાના પરિવારના સભ્યો મિત્રો સહિત અનેક લોકોની મદદથી અલગ અલગ દેશોની નોટો, સિક્કા, ટપાલ ટિકિટ સહિતની ચીજવસ્તુઓનો સંગ્રહ કરવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધી બદલ તેઓને ઓનલાઇન વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.