ઓનલાઇન ઠગાઇનું દુષણ:સસ્તુ મેળવવાની લ્હાયમાં ગાંઠના પૈસા પણ ગુમાવ્યા

  • બોગસ આર્મીમેનની આઇડી મારફ્તે દાહોદની મહિલા પાસેથી 2.92 લાખ પડાવ્યા.
  • ટ્રેક્ટર વેચાતું મેળવવા મહિલાએ અલગ અલગ ચાર્જ ચૂકવી લાખોની માલમત્તા ગુમાવી.
  • સાયબર ક્રાઇમના ગુનામાં વધારો, સસ્તું અને સારૂં મેળવવાની છેલછામાં ભણેલા ગણેલા પણ છેતરાયા.

દાહોદ, દાહોદ તાલુકાના નગરાળા ગામના 35 વર્ષીય યુવકના મોબાઈલ પર મીલેટ્રી ઓફીસર વિરેન્દ્રસિંહના નામથી ટ્રેક્ટર વેચવાનું છે. તેમ જણાવી વાતો કરી તે ઈસમે વિશ્ર્વાસમાં લઈ જુદી જુદી રીતે રૂપિયા 2.92 લાખ ઉપરાંતની રકમ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ખોટા નામનો ઉપયોગ કરી છેતરપીંડી, વિશ્ર્વાસઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

નગવાળા ગામના ખેડા ફળિયામાં રહેતા 35 વર્ષીય બદીયાભાઈ બચુભાઈ પસાયાના ફેસબુકમાં આવેલ ટ્રેક્ટરના ફોટા તેમાં આપેલ મોબાઈલ નંબર ઉપર ટ્રેક્ટર વેચાતું લેવા બાબતે મીલેટ્રી ઓફીસર વિરેન્દ્રસિંગના નામથી તેના મોબાઈલ નંબર પરથી ટ્રેક્ટર રૂપિયા 1,60,000માં વેંચવાનું છે. તેમ જણાવી વાતો કરી વિશ્ર્વાસમાં લઈ બદીયાભાઈ પસાયા જોડે ટ્રેક્ટરના તથા અલગ-અલગ ચાર્જના રૂપિયા ઓનલાઈન ક્યુઆર કોડ, ગુગલ પે તથા ફોન પે તેમજ તેમના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કરાવી ટ્રેક્ટર નહી મોકલાવી બદીયાભાઈ પસાયા પાસેથી રૂા.2,92,598 તથા બીજા તુટક તુટક રૂપિયા ટ્રાન્સફર કરાવી તથા મોબાઈલ નંબર પરથી ફોન કરી ફસાયેલા રૂપિયા કઢાવી આપવાનું જણાવી રૂપિયા ટ્રાન્સફર કરાવી ખોટા નામનો ઉપયોગ કરી બદીયાભાઈ પસાયા પાસે છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યો હતો.

આ સંબંધે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલ નગરાળા ગામના ખેડા ફળિયાના બદીયાભાઈ બચુભાઈ પસાયાએ નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલીસે ઈપિકો કલમ 406, 419, 420 તથા આઈ.ટી.એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.