
નવીદિલ્હી,
નવી દિલ્હી: ઓનલાઇન ગેમિંગ અને કેસિનો પર જીએસટી બાબતે કોન્રાડ સંગમાની અધ્યક્ષતાના ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)નો અહેવાલ સુપરત ન કરાયો હોવાથી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એ બાબતે ચર્ચા કરાઈ નહોતી, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)ના વડા વિવેક જોહરીએ બે બાબતો પર ૨૮ ટકા ટૅક્સ લાગુ કરવાની જાહેરાત કરી હતી.
વિવેક જોહરીએ જણાવ્યું હતું કે જેમાં જીત ચોક્કસ પરિણામ પર આધારિત હોય એવી ઓનલાઇન ગેમ્સમાં જે રકમ દાવ પર લગાડાઈ હોય એ રકમ (ફુલ બેટ વેલ્યૂ) પર ૨૮ ટકા ટૅક્સ લાગુ કરવામાં આવશે.ગેમ્સક્રાટ ટેક્નોલૉજી પ્રાઇવેટ લિમિટેડ (જીટીપીએલ)ની કર (જીએસટી) ચોરીનો કેસ હજુ અદાલતમાં છે, એ સ્થિતિમાં વિવેક જોહરીની આ ટિપ્પણી મહત્ત્વપૂર્ણ છે.
ડિરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીસીઆઈ)ના તંત્રે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો જીએસટી નહીં ચૂકવવા બદલ ગયા સપ્ટેમ્બર મહિનામાં બેંગલૂરુની જીટીપીએલ કંપનીને સો કૉઝ નોટિસ મોકલી હતી.