- ગોધરાના અરજદારને એ.સી.રીપેરીંગના સ્પેરપાર્ટસ અને ગેસના ખરીદી માટે ૩૫ હજાર ભરાવી છેતરપિંડી કરી.
- અમદાવાદ-વેજલપુર વિસ્તારમાં રહેતા ઈસમે શ્રી સાંઈ સર્વિસ તથા અક્ષત એન્ટરપ્રાઈઝના નામે છેતરપિંડી આચરતો હતો.
ગોધરા,
પંચમહાલ જીલ્લા તથા અલગ રાજ્યના ઓનલાઈન એ.સી. રીપેરીંગના સ્પેરપાર્ટસ, ગેસ ખરીદી માટે ઈન્ડીયા માર્ટ વેબસાઈટ ઉપર ઈન્કવાયરી કરનાર ગ્રાહકોના નંબર મેળવી એ.સી. સ્પેપાર્ટસ ડીલરના નામથી ડીલ નકકી કરી એડવાન્ડસ પેટે ગુગલ પે માં નાણાં ભરાવડાવી એ.સી. રીપેરીગના સ્પેરપાર્ટસની ડીલવરી નહી કરી છેતરપિંડી અંગે ગોધરા શહેરના રબ્બાની મહોલ્લામાં રહેતા ફરિયાદ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં કરેલ ફર્યિાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા છેતરપિંડી કરનાર ઈસમને ૨૫,૦૦૦/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો પ્રમાણે ગોધરા શહેર વેજલપુર રોડ રબ્બાની મહોલ્લામાં રહેતા મોહમંદ સફી કાસીમ ઉમરજી એ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં એ.સી.રીપેરીંગના સ્પેર પાર્ટસ આપવાના બહાને થયેલ છેતરપિંડી અંગે ફરિયાદ કરી હતી. સાઈબર ક્રાઈમ પોલીસે અરજીમાં જણાવેલ મોબાઈલ નંબર ૮૧૫૩૮૯૧૨૪૬ તથા ગુગલ પે નં.૮૧૪૦૦૧૭૩૯૨ના આધારે ટેકનીકલ રીતે એનાલીસીસ કરતાં એે.સી.રીપેરીંગ સ્પેરપાર્ટસ આપવાના નામે છેતરપિંડી કરનાર ઈસમ અમદાવાદ વેજલપુર રહેતા હોય ઈસમને પુછપરછ કરવામાં આવતાં ગોધરાના અરજદાર સાથે એ.સી.રીપેરીંગના સ્પેરપાર્ટસ આપવાના બહાને ગુગલ પે દ્વારા ૩૫,૦૦૦/-રૂપીયા મંગાવેલ હતા અને નાણાં બેંકમા ઉપાડી લીધા હતા. છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઈસમની પુછપરછ કરતાં લોકડાઉન પછી કામ ધંધો બંધ થઈ જતાં શ્રી સાંઈ સર્વિસ તથા અક્ષન એન્ટરપ્રાઈઝ એ.સી.સ્પેરપાર્ટસ ડીલરના વેચાણ કરવા માટેની સર્વિસ શરૂ કરી હતી.
ઓનલાઈન ખરીદ-વેચાણ માટે ઉપયોગમાં લેવાતી ઈન્ડીયા માટે વેબલાઈટ પરથી ગ્રાહકોના નંબરો મેળવી મોબાઈલ નંબર ૯૧૦૬૦૦૯૨૩૮ તથા ૮૧૫૩૮૯૧૨૪૬ થી ફોન સંપર્ક કરીને ગ્રાહકો સાથે ડીલ કરી એ.સી. સ્પેરપાર્ટસ આપવાના બહાને એડવાન્સ નાણાં ગુગલ પે નંબરથી બેંક ઓફ ઈન્ડીયાના એકાઉન્ટ નંબર ૨૦૭૩૧૦૧૧૦૦૦૫૪૫૨, IFSC નંબર BKID૦૦૦૨૦૭૩ સાથે લીક હોય તેમાં ટ્રાન્સફર કરાવડાવતો હતો અને આરોપી ઈસમ ગ્રાહકોના પૈસા ઉપાડી પોતાની પાસે રાખી અંગત ખર્ચાઓમાં વાપરતો હતો. સાઈબર ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાંં આવેલ ઈસમ પાસેથી ૨૫,૦૦૦/- રૂપીયાની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યો. ઓનલાઈન છેતરપિંડી અંગે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ગુનાને સાઈબર ક્રાઈમ પોલીસની મદદથી ડીટેકટ કરવામાં આવ્યો.