નવીદિલ્હી, કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી પર એક સમિતિની રચના કરી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ૧૮ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. શક્ય છે કે સરકાર એક દેશ એક ચૂંટણી પર બિલ પણ લાવી શકે. કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સમિતિ વન નેશન વન ઇલેક્શનના કાયદાકીય પાસાઓની તપાસ કરશે. આ સાથે સામાન્ય લોકોનો અભિપ્રાય પણ લેવામાં આવશે.
હવે સવાલ એ થાય કે નોટિફિકેશન સરકાર ઇલેક્શન પાછળ કેટલો ખર્ચ કરે છે, સેન્ટર ફોર મીડિયા સ્ટડીના અભ્યાસ અનુસાર, આ ચૂંટણી દરમિયાન એક વોટ પાછળ સરેરાશ ૭૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. જો લોક્સભા મતવિસ્તારની વાત કરીએ તો આ ચૂંટણીમાં દરેક લોક્સભા મતવિસ્તારમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે ૨૦૧૪ની લોક્સભા ચૂંટણીમાં રૂ. ૩૦,૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો, જે ૨૦૧૯ ની ચૂંટણીમાં બમણો થયો હતો. આ રીતે, ભારતની ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હતી. ઝ્રસ્જીનો દાવો છે કે આ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી છે.
આ રિપોર્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર દિલ્હી ખાતે બહાર પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન દેશના પૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરેશી પણ હાજર હતા. રિપોર્ટ અનુસાર મતદારો પર ૧૨ થી ૧૫ હજાર કરોડ રૂપિયા, જાહેરાત પર ૨૦ થી ૨૫ હજાર કરોડ રૂપિયા, લોજિસ્ટિક્સ પર ૫ હજાર થી ૬ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ૧૦ થી ૧૨ હજાર કરોડ રૂપિયા ઔપચારિક ખર્ચ હતા, જ્યારે ૩ થી ૬ હજાર કરોડ રૂપિયા અન્ય વસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા હતા. આ રકમ ઉમેરવા પર ૫૫ થી ૬૦ હજારનો આંકડો આવે છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરાયેલ ખર્ચની કાયદાકીય મર્યાદા માત્ર ૧૦ થી ૧૨ હજાર કરોડ રૂપિયા હતી. ચૂંટણી ૨૦૧૯ શીર્ષકથી આ અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૯૯૮ અને ૨૦૧૯ વચ્ચે લગભગ ૨૦ વર્ષના સમયગાળામાં ચૂંટણી ખર્ચમાં ૬ થી ૭ ગણો વધારો થયો છે. ૧૯૯૮માં ચૂંટણી ખર્ચ લગભગ ૯ હજાર કરોડ રૂપિયા હતો જે હવે વધીને ૫૫ થી ૬૦ હજાર કરોડ રૂપિયા થઈ ગયો છે.