વનડે ટીમમાં યશસ્વી જયસ્વાલની કોઈ જરૂર નથી : દિનેશ કાર્તિક

મુંબઇ, આઇપીએલ ૨૦૨૩ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે રાજસ્થાન રોયલ્સ માટે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેણે ૪૮.૦૮ની એવરેજથી ૬૨૫ રન બનાવ્યા છે. જયસ્વાલે ઘણી શાનદાર ઈનિંગ્સ પણ રમી છે અને આ કારણથી તેને વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવાની માંગ થઈ રહી છે. તદનુસાર, આરસીબીના વિકેટકીપર અને ભારતીય ટીમના અનુભવી દિનેશ કાર્તિકનું માનવું છે કે અત્યારે યશસ્વી જયસ્વાલને ભારતીય વનડે ટીમમાં લાવવો જરૂરી નથી. કાર્તિકે કહ્યું, ટીમ ઈન્ડિયા પાસે શુભમન ગિલ અને કેપ્ટન રોહિત શર્મા જેવા ઘણા સારા બેટ્સમેન છે અને અત્યારે યશસ્વી જયસ્વાલને લાવવાની કોઈ જરૂર નથી.

દિનેશ કાર્તિકે આઇસીસી રિવ્યુ શોમાં કહ્યું, મને નથી લાગતું કે યશસ્વી જયસ્વાલને વનડે ટીમમાં ઝડપી લેવો જોઈએ. તે હજુ પણ યુવા ખેલાડી છે. તેને હવે ટી ૨૦ ટીમમાં લાવવો જોઈએ. મારા મતે આવતા વર્ષે ટી ૨૦માં સામેલ થવું જોઈએ. તેને વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં પસંદ થવો જોઈએ.આ વર્ષે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને ઘણી વનડે રમવાની નથી અને ટીમમાં ઓપનરોની કોઈ કમી નથી.રોહિત શર્મા અને શુભમન ગિલ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. મને લાગે છે કે વર્લ્ડ કપ પછી યશસ્વી જયસ્વાલ વનડે અને ટી ૨૦ બંનેમાં કોઈ શંકા વિના એક મહાન ખેલાડી બનશે.

તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજા નંબર પર છે. બીજી તરફ ઘણા પૂર્વ ક્રિકેટરોએ યશસ્વી જયસ્વાલને ભારતીય ટીમમાં લાવવાની માંગ કરી છે. ઘરેલુ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ પણ જબરદસ્ત રહ્યો છે.