- અમારા એથ્લેટ્સને ન્યાયની માંગ કરતા રસ્તાઓ પર જોઈને મને દુ:ખ થાય છે.
નવીદિલ્હી,ભારતના ટોચના બરછી ફેંકનાર નીરજ ચોપડા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો વિરોધ કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં સામે આવ્યા છે. હાલમાં ભારતના સ્ટાર પહેલવાન વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોની જાતીય સતામણી અને ડરાવવાના આરોપોને લઈને જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. આ તમામનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ આ મુદ્દાને છોડશે નહીં, તો બીજી તરફ આ ધરણાને સમર્થન આપવા હવે નીરજ ચોપડા સામે આવ્યા છે.
ભારતના સ્ટાર કુસ્તીબાજો આજે દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહની એફઆઇઆર અને તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે. હવે આ ખેલાડીઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાની માંગ કરતી અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે. હવે આ મામલે સુનાવણી થશે. જણાવી દઈએ કે ઓલિમ્પિયન બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને ફોગાટ બહેનો વિરોધ કરી રહેલા રેસલર્સ સાથે છે.
જણાવી દઇએ કે, દેશ માટે મેડલ જીતનાર કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે તેમની અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ દરમિયાન દેશના ઘણા નામાંક્તિ ખેલાડીઓ પણ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવવા લાગ્યા છે. શુક્રવારે સવારે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ કુસ્તીબાજોની હડતાળ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. નીરજ ચોપડાએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું સમર્થન કરતા આ મામલે વહેલી તકે ન્યાયની માંગ ઉઠાવી છે. નીરજ ચોપરાએ ટ્વીટ દ્વારા આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. નીરજ ચોપરા પહેલા, અન્ય એક ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાએ પણ કુસ્તીબાજોને ટેકો આપતાં તપાસ અને ન્યાયની માંગ ઉઠાવી હતી.
નીરજ ચોપરાએ ટ્વિટર પર લખ્યું, “અમારા એથ્લેટ્સને ન્યાયની માંગ કરતા રસ્તાઓ પર જોઈને મને દુ:ખ થાય છે. તેઓએ આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને આપણને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે, અમે દરેક વ્યક્તિ અથવા રમતવીરની ગરિમાનું રક્ષણ કરવા માટે જવાબદાર છીએ. જે થઈ રહ્યું છે તે ક્યારેય ન થવું જોઈએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. ન્યાય મળે તેની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.”
કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર જાતીય શોષણ જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા છે અને તેમની માંગ છે કે તેમને પ્રમુખ પદેથી હટાવીને પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે. કુસ્તીબાજોએ એવી પણ માંગ કરી છે કે રમત મંત્રાલય દ્વારા રચવામાં આવેલી WFIની મોનિટરિંગ કમિટીના તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવે. નીરજે કહ્યું, ‘આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. સંબંધિત અધિકારીઓએ ન્યાય સુનિશ્ર્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કુસ્તીબાજો તેમની માંગણીઓ સાથે હાઈકોર્ટમાં ગયા છે. કોર્ટે બ્રિજ ભૂષણ પર લાગેલા યૌન શોષણના આરોપોને ગંભીર ગણાવ્યા અને કહ્યું કે તે આ મામલે ૨૮ એપ્રિલે સુનાવણી કરશે.