ઓખાથી બેટ દ્વારકાને જોડતો ભારતનો સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ તૈયાર,PM મોદી કરશે લોકાર્પણ

દ્વારકા, ઓખાથી બેટ દ્વારકાને જોડતો ભારતનો સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ તૈયાર.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૫મી ફેબ્રુઆરીએ કરશે. ઓખા અને બેટ-દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રીજ રૂપિયા ૯૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે ૯૦૦ મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ ૨૩૨૦ મીટર છે. અને ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર અને ૯૦૦ મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે. આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે, સાક્ષી પૂરી રહ્યો છે, ત્યારે આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવનાઓ છે.

જોકે, આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે, તેને બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજિત ૩૦થી ૪૦ મિનિટનો સમય લાગતો હતો, તેમાં હવે ઘણો જ ઓછો સમય લાગશે. આ બ્રિજ પરથી વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ અને યાત્રિકો માટે બ્રિજ પર ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે યાત્રિકો અને પર્યટકોમાં ઘણું આકર્ષણ કેન્દ્ર વધારશે. આ બ્રિજથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે. જેથી બેટ-દ્વારકાના લોકોને સહિત અહી આવતા પર્યટકો આ બ્રિજને લઈને ખુશ છે.