ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ બંધ કરાઇ, લોકોની સુરક્ષાને કારણે લેવાયો નિર્ણય

દ્વારકા, ઓખા બેટ દ્વારકા ફેરી સર્વિસ હાલ બંધ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાને લઈને તંત્ર દ્વારા ફેરી સવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરી સવસ બંધ કરતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ફેરી સવસ બંધ થતા બેટ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માંગતા ભક્તો નિરાશ થયા છે. તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે પવનની સ્પીડ ઓછી થતા જ પેસેન્જર માટે ફેરી સવસ ચાલુ કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષાને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. જો કે અચાનક સવસ બંધ કરતા ત્યાં હાજર યાત્રિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાદમાં ફેરી સવસનું સંચાલન કરનાર કંપનીએ ફેરી સર્વિસ બંધ કરાઈ હોવાની સત્તાવાર જાણ કરી.

ઓખા બેટ દ્વારા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી. દેવભૂમિ દ્વારકાથી બેટ દ્વારકા જવા યાત્રિકો માટે ફેરી બોટ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત મેરિટાઈમ બોર્ડ આ ફેરી બોટનું સંચાલન કરે છે. ઓખાથી બેટ દ્વારકા જવા યાત્રિકોએ ફેરી બોટનો જ ઉપયોગ કરવો પડે છે. દરિયામાં ૧૬૦ જેટલી બોટ ફેરી સવસમાં યાત્રિકોને લઈને અવર-જવર કરે છે. અગાઉ પણ અનેક વખત ખરાબ હવામાન તેમજ દરિયામાં ઉઠતા ચક્રવાત અને દરિયામાં કરંટને લઈને ઓખા  બેટ દ્વારકા ફેરી સવસ બંધ કરવામાં આવી છે. વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત થયા હતા. સંભવત આ ઘટનાને યાનમાં રાખી ભારે પવનોના કારણે ફેરી સવસને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફેરી સવસનું સંચાલન કરતી કંપનીના જણાવ્યા મુજબ યાત્રિકોની સલામતી અને સુરક્ષાને યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. જેથી દુર્ઘટનાને ટાળી શકાય. વાતાવરણ સામાન્ય બનતા જ ફરી ઓખા બેટ ફેરી સવસ કરવામાં આવશે