
નવીદિલ્હી,
ઓફિસમાં સામાન્ય રીતે લોકો ધાક ધમકી (બુલિંગ) અથવા તો હેરાનગતિની ફરિયાદ કરે છે. કેટલીક વખત તો લોકો એવા પગલા પણ ભરી કાઢે છે જેની કિંમત અન્ય લોકોને પણ ચુકવવી પડે છે. બ્રિટનની નોંટિઘમ યુનિવર્સિટીમાં થયેલા એક અભ્યાસમાં આ પ્રકારનો ચોંકાવનારો ખુલાસો થયો છે. શોધ મુજબ ધાકધમકીનો શિકાર થયેલા લોકો કાવતરા પર વધારે વિશ્ર્વાસ કરે છે.
તેઓ કેટલીક વખત જાણીજોઇને ઓફિસમાં એવા પ્રકારનો માહોલ બનાવે છે જેના કારણે બુલિંગ કરનાર લોકોને પરેશાની થાય છે. બ્રિટનની નોંટિધમ યુનિવર્સિટી અને ફ્રાન્સની નેનટેરે યુનિવર્સિટીના નિષ્ણાંતોએ ઓફિસ બુલિંગ સાથે જોડાયેલા મનોવૈજ્ઞાનિક કારણો પર અભ્યાસની કામગીરી હાથ ધરી હતી. અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે ઓફિસમાં ૭૫ ટકા લોકો બુલિંગનો શિકાર થાય છે. તેઓ કેટલીક તકલીફગ્રસ્ત ભાવનાઓથી ગ્રસ્ત બને છે.
અભ્યાસના મુખ્ય શોધર્ક્તા ડેનિયલ જોલીએ કહ્યુ છે કે બુલિંગના અનુભવ પીડિતને કેટલીક રીતે પ્રભાવિત કરે છે. કેટલીક વખત તેના ગંભીર પરિણામ આવે છે. ઓફિસમાં અફવા ફેલાવે છે. લોકો એકબીજા સામે ગોસિપ કરે છે. કેટલીક વખત આઘાતમાં આવીને લોકો નોકરી છોડી દે છે અને બેરોજગાર બને છે. આને લઇને અભ્યાસ કરવા માટે શોધર્ક્તાઓએ કેટલાક લોકોને ઓફિસમાં છ માસ સુધી બુલિઇંગ માહોલમાં અને કેટલાકને સારા માહોલમાં રાખ્યા હતા.
ઓફિસમાં બુલિંગ થવાથી માહોલ ખરાબ થાય છે. આની અસર બુલિંગનો શિકાર થયેલા લોકો પર પડે છે. તેમની પ્રોડક્ટિવિટી ઘટી જાય છે. તેઓ તકલીફમાં રહે છે અને ઓછા ક્રિએટિવ હોય છે. જેથી શોધનો ઉદેશ્ય આ પ્રકારની ગતિવિધીઓને ઘટાડવાનો છે.