ભુવનેશ્ર્વર,
ઓડિશામાં એક પછી એક રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ૫૦ વર્ષીય રશિયન શિપ એન્જિનિયરનું મંગળવારે મૃત્યુ થયું હતું. ઓડિશાના પારાદીપ પોર્ટ પરથી એક રશિયન વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં ઓડિશાની એક હોટલમાં બે રશિયન નાગરિકોના મોત થયા હતા. સીઆઈડી આ મામલાની તપાસ કરી રહી છે. બંને રશિયન નાગરિકો શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા. જેમાંથી એક રશિયન નાગરિક, સાંસદ અને રશિયાનો બિઝનેસમેન હતો.
પારાદીપ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ પીએલ હરનાંદે જણાવ્યું કે જહાજના માસ્ટરે અમને માહિતી આપી હતી કે મુખ્ય એન્જિનિયર સેર્ગી મિલ્યાકોવનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેના પરિવારને આ અંગે જાણ કરવામાં આવશે. જણાવી દઈએ કે ૧૦ દિવસ પહેલા ઓડિશાની એક હોટલમાં બે રશિયન નાગરિકોના મોત થયા હતા. બંનેના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા હતા.
ગયા મહિને ૨૧ ડિસેમ્બરે ચાર રશિયન નાગરિકોએ ઓડિશાની એક હોટલમાં ચેક ઇન કર્યુ હતુ. જેમાં વ્લાદિમીર બિડેનોવનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું, બે દિવસ પછી, ૨૪ ડિસેમ્બરે, પાવેલ એન્ટોનોવનું હોટલની છત પરથી પડીને મૃત્યુ થયું હતુ. પોસ્ટ મોર્ટમ દર્શાવે છે કે આંતરિક ઈજાના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બિડેનોવનું શબપરીક્ષણ દર્શાવે છે કે મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
ઝ્રૈંડ્ઢ એ અંતોવનો સ્માર્ટફોન, લેપટોપ, પાસપોર્ટ જપ્ત કર્યો છે. અગાઉ બંને રશિયન નાગરિકોના હાડકાના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. વાસ્તવમાં બંને રશિયન નાગરિકો ખ્રિસ્તી હતા, પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરવાની રીતને લઈને ઘણો વિવાદ થયો હતો. ઝ્રૈંડ્ઢ અધિકારીએ જણાવ્યું કે અમે પાવેલના મૃત્યુની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લઈ શકીએ છીએ. તપાસર્ક્તાઓએ સબ-ઇન્સ્પેક્ટર એસકે સિંઘની પૂછપરછ કરી છે, જે બિડેનોવના મૃત્યુ પછી હોટેલમાં સૌપ્રથમ પહોંચ્યા હતા. આ ઉપરાંત ત્રણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરોની પણ પૂછપરછ કરવામાં આવી છે. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે.