ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે ફક્ત થોડા જ દિવસો બાકી છે. જો તમે બેંક સાથે જોડાયેલું કોઈ જરૂરી કામ કરવા માંગો છો તો આ કામ જલ્દી જ પુરૂ કરી લેજો. કારણ કે ઓક્ટોબર મહિનામાં બેંકમાં બમ્પર હોલિડે છે.
ઓક્ટોબર મહિનામાં બેંક કુલ 16 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓની સીધી અસર તમારા બેંકિંગ સાથે જોડાયેલા કામ પર પડશે. RBIની ગાઈડલાઈન અનુસાર સાર્વજનિક રજાઓ પર દેશની દરેક બેંકોમાં રજાઓ રહેશે.
ત્યાં જ રાજ્યના આધાર પર અમુક ક્ષેત્રીય રજાઓ પણ આપવામાં આવશે. એવામાં આવો જાણીએ કે તમારા વિસ્તારમાં કયા કયા દિવસે બેંકો બંધ રહેશે?
ઓક્ટોબરમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો
- 2 ઓક્ટોબર 2023- સોમવાર મહાત્મા ગાંધી જયંતી
- 14 ઓક્ટોબર 2023- શનિવાર, મહાલયા
- 18 ઓક્ટોબર 2023- બુધવાર, કટિ બિહુ
- 21 ઓક્ટોબર 2023- શનિવાર, દુર્ગા પૂજા (મહા સપ્તમી)
- 23 ઓક્ટોબર 2023- સોમવાર, દશેરા/ આયુધ પૂજા/ દુર્ગા પૂજા/ વિજય દશમી
- 24 ઓક્ટોબર 2023- મંગળવાર, દશેરા/ દુર્ગા પૂજા
- 25 ઓક્ટોબર 2023- બુધવાર, દુર્ગા પૂજા (દસઈ)
- 26 ઓક્ટોબર 2023- ગુરૂવાર, દુર્ગા પૂજા (દસઈ)/ પરિગ્રહણ દિવસ
- 27 ઓક્ટોબર 2023- શુક્રવાર, દુર્ગા પૂજા (દસઈ)
- 28 ઓક્ટોબર 2023- શનિવાર, લક્ષ્મી પૂજા
- 31 ઓક્ટોબર 2023- મંગળવાર, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ
- આ વખત ઓક્ટોબર મહિનામાં કુલ 5 રવિવાર આવી રહ્યા છે. આ પાંચ રવિવારે પણ બેંકમાં રજાઓ રહેશે.