ઓક્ટોબરમાં ૧.૭૨ લાખ કરોડ જીએસટી કલેક્શન,વાર્ષિક ધોરણે ૧૩ ટકાનો વધારો નોંધાયો

નવીદિલ્હી, નાણા મંત્રાલય દર મહિને માસિક જીએસટીકલેક્શનના આંકડા જાહેર કરે છે. આ આંકડો દર્શાવે છે કે દર મહિને કેટલો જીએસટીવસૂલવામાં આવે છે. વાસ્તવમાં સરકારે કરચોરી રોકવા માટે જીએસટી શુરુ કરી હતી. હવે સરકાર લોકોને જીએસટી ચૂકવવા માટે ઘણા અભિયાનો પણ ચલાવી રહી છે.નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂપિયા ૧.૭૨ લાખ કરોડ રહ્યું હતું. આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે. આ કલેક્શન ગયા વર્ષે ઓક્ટોબર ૨૦૨૨માં થયેલા ૧.૫૨ લાખ કરોડ રૃપિયા કરતાં ૧૩ ટકા વધુ છે.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર ૨૦૨૩ માટે જીએસટી રેવન્યુ કલેક્શન રૂ . ૧.૭૨ લાખ કરોડ છે, જે એપ્રિલ ૨૦૨૩ પછી બીજા ક્રમે છે. આ વાર્ષિક ધોરણે ૧૩ ટકા સુધીનો વધારો દર્શાવે છે. ૧.૮૭ લાખ કરોડ રૂપિયાની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) થી અત્યાર સુધીની સૌથી વધુ આવક એપ્રિલ ૨૦૨૩ માં નોંધાઈ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં સરેરાશ ગ્રોસ માસિક જીએસટી કલેક્શન હવે ૧.૬૬ લાખ કરોડ રૂપિયા છે, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં ૧૧ ટકા વધુ છે.

ઓક્ટોબર મહિનામાં જીએસટી કલેક્શન ૧ લાખ ૭૦ હજાર કરોડના આંકડાને પર કર્યું છે. નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર ૨૦૨૩માં ૧.૭૨ લાખ કરોડ રૂપિયાનું ગૂડ્સ એન્ડ સર્વિસ કલેક્શન થયું છે. આવું બીજી વાર બન્યું છે કે કલેક્શન આ લેવલ સુધી પહોંચ્યું હોય. ઓકટોબરનું જીએસટી કલેક્શન વાર્ષિક ૧૩ ટકા વધ્યું છે. એક વર્ષ પહેલા ઓક્ટોબર ૨૦૨૨માં જીએસટી કલેક્શન ૧.૫૨ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. નાણા મંત્રાલયે કહ્યું કે ઓક્ટોબર ૨૦૨૩નું જીએસટી કલેકશન એપ્રિલ ૨૦૨૩ બાદનો સૌથી વધુ આંકડો છે. એપ્રિલ ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ રૃપિયા હતું. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં એવરેજ માસિક જીએસટી કલેક્શન રૂ .૧.૬૬ લાખ કરોડ રહ્યું હતું. જે ગયા વર્ષ કરતા ૧૧ ટકા વધુ છે. જીએસટી કલેક્શન રૂપિયા ૧,૭૨,૦૦૩ કરોડ છે, જેમાં રૂ . ૩૦,૦૬૨ કરોડ સીજીએસટી છે. જ્યારે, રૂ . ૩૮,૧૭૧ કરોડ એસજીએસટી છે. આ સિવાય રૂ .૯૧,૩૧૫ કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ . ૪૨,૧૨૭ કરોડ સહિત) આઈજીએસટીછે. તે જ સમયે, ૧૨,૪૫૬ કરોડ રૂપિયાનો સેસ છે (સામાનની આયાત પર એકત્રિત કરાયેલા રૂ .૧,૨૯૪ કરોડ સહિત). કેન્દ્ર સરકારે આઈજીએસટીથી સીજીએસટી માટે રૂ . ૪૨,૮૭૩ કરોડ અને એસજીએસટીને રૂપિયા ૩૬,૬૧૪ કરોડ સેટલ કર્યા છે.