ઓ.બી.સી. સમાજની સભા ઈંદાપુર રસ્તા રોકો આંદોલન વખતે ભાજપના ધારાસભ્ય પર ચપ્પલ ફેંકાયા

મુંબઈ : એન.સી.પી.ના સ્થાપક શરદ પવારના ગઢ બારામતીના ઈંદાપુરાતમાં ઓ.બી.સી. સમાજની રેલીની સભૌમાં રાજ્યના ભાવિ મુખ્યમંત્રી પદે છગન ભુજબળ એવા બેનરો લગાડવામાં આવ્યા હોવાથી હવે રાજ્યના રાજકારણ વધુ ગરમ બનશે. દરમ્યાન ઓબીસી સમર્થકોએ આજે રસ્તારોકો આંદોલન કર્યું હતું.

રાજ્યના ભાવિ મુખ્યમંત્રી  હોવાના બેનરોબાજી પર અનેક વેળા ચર્ચા થઈ હતી. જેમાં ભાવિ મુખ્યમંત્રીની સ્પર્ધા પણ થવા લાગી છે. આમાં મુખ્યમંત્રી તરીકે અજિત પવાર, નાના પટોલે, સુપ્રિયા સૂળેના નામના બેનરો લાગી ચૂક્યા છે. હવે આજે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળ મહારાષ્ટ્રના ભાવિ મુખ્યમંત્રી તરીકે બેનરો ઈંદાપુરમાં લગાડવામાં આવ્યા હતા.

આજે રાજ્યના પુણેના બારામતી જિલ્લામાં ઈંદાપુર ખાતે ઓ.બી.સી. સમાજની સભાનું આયોજન કરાયું હતું. પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠા સમાજની પ્રથમ સભા હતી. ઓ.બી.સી. સમાજના પ્રશ્ન માંડવા અને ઓ.બી.સી. સમાજમાં મરાઠા સમાજને સમાવી ન લેવાના ઉદ્દેશ્યથી સભા ભરવામાં આવી હતી. પણ આ સભામાં ત્યાં રસ્તા પર ઠેર ઠેર ભાવિ મુખ્યમંત્રી તરીકે છગન ભુજબળના બેનરો પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.