ઓ.બી.સી. સમાજ માટે બજેટમાં 27% ની માંગને લઈ કોંગ્રેસનું તા.17 ઑગસ્ટે આંદોલન

  • રાજ્યમાં 52% ઓ.બી.સી સમાજ છતાંય વ્યક્તિદીઠ માત્ર 50 પૈસા બજેટ ફાળવાઈ છે.

ગોધરા, ગોધરા ખાતે કોંગ્રેસના ઓબીસી નેતા અને પૂર્ણ રાજ્ય સરકાર મંત્રી ભીખાભાઈ રબારીની ઉપસ્થિતિમાં ઓ.બી.સી અનામત બચાવો સમિતિની બેઠક યોજાઈ હતી. તેમાં તા.17.08.23 ના રોજ ગાંધીનગર મુકામે સરકાર વિરૂદ્ધ ધારણા પ્રદર્શનના કાર્યક્રમમાં જીલ્લા માંથી ઓ.બી.સી. સમાજ જોડાય તે માટે હોદેદારોએ આહવાન કરેલ હતું. રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 27% બેઠકો ઓ.બી.સી. સમાજ અને વસ્તી ધરાવતા વિસ્તારોને ફાળવવા સરકારી સંસ્થાઓમાં એસ.ટી., એસ. સી. તથા ઓ.બી.સી. સમાજ માટે સુનિશ્ર્વિત કરવામાં આવે તેવી મહત્વની ચાર માંગણી સાથે તા.17 ઓગસ્ટ ના રોજ ગાંધીનગર ખાતે અનામત બચાવો આંદોલન પ્રદર્શન, ધરણાંનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પંચમહાલ જીલ્લા માંથી મોટી સંખ્યામાં જોડાવા ઉપયોગી ચર્ચા વિચરણા અને રણનીતિ નક્કી કરવામાં આવેલ હતી. પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી એ પણ ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં ઓ.બી.સી. આગેવાનો, હોદેદારો, અગ્રગણ્યો, કાર્યકરો વિગેરે ઉપસ્થીત રહેલ હતા.