પંજાબ કિંગ્સની ટીમે મયંક અગ્રવાલને હટાવીને શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવ્યો


મુંબઇ,
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ૨૦૨૩થી પહેલા પંજાબ કિંગ્સની ટીમે એક મોટો ફેરફાર કર્યો છે. મયંક અગ્રવાલને હટાવીને શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવાયો છે. ધવન દિગ્ગજ ખેલાડી છે અને તાજેતરમાં જ ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરતો દેખાઇ રહ્યો છે. શિખર ધવનને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં રમાનારી વનડે સીરીઝ માટે પણ ભારતીય ટીમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા તેને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી. ધવની પાસે મયંકની અપેક્ષાથી કેપ્ટશીપનો અનભુવ છે. નવી સિઝનમાં ધવન પંજાબ માટે સારો એવો વિકલ્પ બની શકે છે.

ગઇ સિઝનમાં પંજાબે ધવનને કેપ્ટન બનાવવાનો મૂડ બનાવ્યો હતો, પરંતુ અંતિમ સમયમાં ફેંસલો બદલી દેવામા આવ્યો હતો, અને મયંક અગ્રવાલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. મયંકની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ગઇ સિઝનમાં સારુ રહ્યું ન હતુ, અને તે ગૃપ સ્ટેજમાંથી જ બહાર નીકળી ગઇ હતી. હવે ધવનની કેપ્ટનશીપમાં પંજાબ નવી સિઝનમાં સારુ પ્રદર્શન કરવાની કોશિશ કરશે.

બેટિંગમાં પણ શિખર ધવન ગઇ સિઝનમાં મયંક અગ્રવાલથી ક્યાંક આગળ રહ્યો હતો. ધવને ૧૪ મેચોમાં ૩૮.૩૩ ની એરવજથી ૪૬૦ રન બનાવ્યા હતા, અને પંજાબ માટે સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેને રહ્યો હતો. ધવને ત્રણ અર્ધશતક ફટકાર્યા હતા, તેનો સર્વૌચ્ચ સ્કૉર ૮૮ નો રહ્યો હતો. મયંકે ૧૨ ઇનિંગોમાં ૧૬.૩૩ની ખરાબ એવરેજની સાથે માત્ર ૧૯૬ રન જ બનાવ્યા હતા. મયંકે એકજ ફિટી લગાવી હતી. મયંકનો જન્મ ૧૬ ફેબ્રુઆરી ૧૯૯૧ના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં થયો હતો. મયંકના પિતા અનુરાગ અગ્રવાલ હેલ્થકેર કંપનીના સીઈઓ છે