પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા ગોધરા આઈ.ટી.આઈ. પ્રભા બ્રીજ પાસે પાણીના નિકાલની વ્યવસ્થા અને મોરવા(હ)ના મોરા ગામે બિરસા મુંડાજીની સ્મારક માટે લેખિત રજુઆત

ગોધરા, ગોધરા શહેરની આઈ.ટી.આઈ. વિસ્તારમાં પ્રભા બ્રીજના નાળા પાસે વરસાદી પાણીના નિકાલ જગ્યામાં મોટા પ્રમાણમાં પુરણ થયેલ છે. ત્યારે આ પુરણ દુર કરી પાણીનો નિકાલ યોગ્ય થાય તેવી માંગ સાથે પંચમહાલ જીલ્લા ગોધરા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા રજુઆત કરાઈ છે.

તેમજ પંચમહાલ જીલ્લાના બહુમુલ્ય આદિજાતિ વસ્તી ધરાવતા મોરવા(હ)ના મોરા ગામે બિરસા મુંડાજીનું સ્મારણ બનાવવાની કામગીરી માટે જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા દોઢ વર્ષ પહેલા 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે બિરસા મુંડાજીનું સ્મારકની કામગીરી નહિ કરતા આ બાબતે પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી.