પાકિસ્તાનમાં શહબાજ સરકારે હવે કબ્રસ્તાનમાં જવા પર પણ ટેકસ લગાવ્યો

  • સરકારે જાહેરાત કરી છે કે જેટલી મોટી કબર એટલો જ વધુ ટેકસ હશે પહેલાથી મોંધવારીથી સામનો કરી રહેલ પ્રજાને હવે મરવાનું પણ મોંધુ થઇ ગયું છે.

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઇ રહી છે દેશ ફકત આર્થિક તબાહીથી ઝઝુમી રહી છે એટલું જ નહીં રાજકીય રીતે પણ તેને લકવો મારી ચુકયો છે અને આતંકવાદીઓના નવા હુમલાઓએ સ્થિતિને વધુ ખરાબ કરી દીધી છે.ગૃહ યુદ્ધ દરવાજે ઉભેલી પાકિસ્તાની પ્રજા મોંધવારી બાદ હવે શહબાજ સરકારના નવા ટેકસથી બેહાલ છે. ખાવા પીવાની વસ્તુઓના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચથી બહાર થઇ ગયા છે અને હવે કબ્રસ્તાનમાં પણ ટેકસ લોકોનો પીછો છોડી રહ્યો નથી.

પાકિસ્તાનમાં કરાંચી લાહોર ઇસ્લામાબાદ રાવલપિંડી પેશાવર સહિત પાકિસ્તાનના તમામ શહેરોમાં બજાર દુકાનો બંધ કરી દેવામાં આવી છે સખ્ત મોંધવારીના વિરોધમાં આ તાળાબંધી કરવામાં આવી છે અને દુકાનદારોએ ખુદ પોતાની દુકાનો બંધ કરી દીધી છે. મોટી વાત એ છે કે કટ્ટારપંથી સંગઠન તહરીક એ લબ્બેકે આ બંધ બોલાવ્યું હતું અને શહબાજ સરકાર તેની આગળ પુરી રીતે આત્મસમર્પણ કરતી નજરે પડી શહબાજ સરકારની પ્રજા સવારથી રાત સુધી ટેકસ ચુકવી રહી છે અને લોહી પી રહી છે.અહીં વિજળી પર સબસીડી ખતમ કરવામાં આવી એલપીજી સબસીડી ખતમ કરવામાં આવી છે આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ પર ડબલ ટેકસ,ભોજનની વસ્તુ પર ટેકસ લગ્ન પર ટેકસ લગ્નની હોલ પર ત્યાં સુથી કે મર્યા બાદ પણ ટેકસ લગાવાયો છે.

સરકારે જાહેરાત કરી છે કે જેટલી મોટી કબર એટલો જ વધુ ટેકસ હશે પહેલાથી મોંધવારીથી સામનો કરી રહેલ પ્રજાને હવે મરવાનું પણ મોંધુ થઇ ગયું છે.ગરીબ આદમી આવે છે તેમની પાસે કફન માટે પણ પૈસા હોતા નથી સવાલ ઉઠી રહ્યો છે કે લોકો વિજળીના બિલ આપે કે પાણીના બિલ આપે કે પછી ગેસના બિલ આપે કે બાળકોને ભોજન કરાવે પાકિસ્તાનના કબ્રસ્તાનોમાં હલચલ વધી ગઇ છે અને તેની માપણી શરૂ થઇ રહી છે ટેકસ નક્કી કરવા માટે કબરોનની સાઇજ આપવામાં આવી રહી છે.હવે પાકિસ્તાનની પ્રજાને આ સ્થિતિમાંથી કયારે છુટકારો મળશે આ આવનારો સમય જ બતાવશે.